Monday, January 30, 2023

SGVP

 







                                                              30  જાન્યુઆરી 2023,સોમવાર,અમદાવાદ

SGVP ગુરુકુલમાં જાણીતા પત્રકાર કુંદન વ્યાસ દ્વારા લખાયેલ “ દિલ્હી દરબાર – નરેન્દ્ર થી નેહરૂ સુધી” અને “એક પત્રકારની વ્યવસાયકથા” નામના બે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ પુસ્તકમાં કુંદન વ્યાસે પોતાના પત્રકારત્વ જીવનની કારકિર્દીને વિગતવાર રજૂ કરી છે.આ ગ્રંથ વિમર્શ ગોષ્ઠીમાં મુખ્ય મેહમાન તરીકે શ્રી ભાગ્યેશ જહા,શ્રી કુમારપાળ દેસાઇ,શ્રી નરેશ વેદ ,કુંદન વ્યાસ અને SGVP ના અધ્યક્ષ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિય દાસજી સ્વામી ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમમાં SGVP તરફથી સર્વપ્રથમ ભેટ માતૃશક્તિને એટ્લે કે કુંદન વ્યાસના પત્ની ભારતીબેનને અર્પણ કરવામાં આવી હતી.અને ત્યારબાદ કુંદન વ્યાસ તેમજ અન્ય વકતાઓને પણ ભેટ આપીને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમના અંતે શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ત્યાં ઉપસ્થિત સર્વેને પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું અને આ ગ્રંથ વિમર્શ ગોષ્ઠીના કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

 









ગાંધી નિર્વાણ દિન

 






                                                                                       30 જાન્યુઆરી 2023,સોમવાર

                                                                 અમદાવાદ

ગાંધી નિર્વાણ દિવસ નિમિતે ગૂજરાત વિદ્યાપીઠના બધા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ પદયાત્રા કરીને વિદ્યાપીઠથી પાલડીના કોચરબ આશ્રમમાં પહોચ્યા હતા.આ શહીદ દિવસે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તેમજ કુલપતિ અને ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રત પણ કોચરબ આશ્રમમાં ગાંધીબાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સાથે નીચે બેસીને રેંટિયો  દ્વારા કાંતણ કર્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત સર્વેને બાપુના જીવન દર્શન,સત્યાગ્રહ તેમજ વેદોમાં જણાવેલ માનવ ધર્મ વિશેની વાત કરી હતી.આ કાર્યક્ર્મ માં ઉપસ્થિત બધી વ્યક્તિએ ૨ મિનિટનું મૌન રાખ્યું હતું અને અંતે રાષ્ટ્રગાન ગાઈને આ કાર્યક્ર્મનું સમાપન કરવામાં આવ્યું હતું.

 





Thursday, January 19, 2023

ગાંધી CARVAN







                                                                                                                    





                                                                                                  ગૂજરાત વિદ્યાપીઠ,અમદાવાદ

આજે ગૂજરાત વિદ્યાપીઠના ઓડિટોરિયમ હોલમાં લોકપ્રિય ગાયિકા મેઘા ડાલ્ટનનો ગાંધીગીતનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રર્મ વિશ્વગ્રામ ગૂજરાત વિદ્યાપીઠના સંજયભાઈ તુલા દ્વારા કરવાંમાં આવ્યો હતો. મેઘા ડાલ્ટને ગાંધીગાન કરી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ,અધ્યાપકો તેમજ અન્ય પ્રેક્ષકોને પોતાના અવાજથી મંત્રમુગ્ધ કરી દિધા હતાં. મેઘા ડાલ્ટન ઝારખંડ રાજ્યના ડાલ્ટન ગંજના વતની છે. મેઘા ડાલ્ટને ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધીગીત ગાયા તેમજ તેમણે તેમના જીવનની પણ વાત  કરી કે તેમને ભણવામાં ખાસ રસ ન હતો તેથી તેઓ ધોરણ ૧૨ માં નાપાસ પણ થયા હતા પરંતુ તે આ બાબતથી  નિરાશ થયા વગર તેઓ પોતે પોતાના ગીત ગાવાના પેશનને વળગી રહ્યાં અને તેમણે તેમના ગાવાના પેશનને જ પોતાનું પ્રોફેસન બનાવ્યું અને તે  પ્રોફેસન દ્વારા  પોતાના જીવનની કારકિર્દીમાં સફળતા મેળવી. આમ ગાંધીગીતની સાથે સાથે તેઓએ વિદ્યાર્થીઓ  તેમજ અન્ય પ્રેક્ષકોને એક પ્રોત્સાહનરૂપી સંદેશ પણ  આપ્યો હતો કે નાની મોટી હાર - જીત ના ઉતાર ચડાવ જિંદગીમાં આવતા - જતાં રહે છે. પણ તે હારથી નિરાશ થયા વગર આપણને જે કામમાં રુચિ હોય તે કામ કરતાં રેહવું આજે નહીં  તો કાલે આપણને પોતાની કરેલી મેહનતનું ફળ  અવશ્ય મળશે. આ કાર્યક્રમના અંતે ગૂજરાત વિદ્યાપીઠના GS દ્વારા ગૂજરાત વિદ્યાપીઠવતી ગાંધીજીને પ્રિય એવા ચરખાનું મોમેન્ટો મેઘા ડાલ્ટનને આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Wednesday, January 4, 2023

“મહાદેવ દેસાઇ સમાજસેવા સંકુલ રમતોત્સવ ૨૦૨૨ – ૨૦૨૩”

 



                                                                                                                       




આજે ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં  સવારે 8 કલાકે વિદ્યાપીઠના રમત – ગમત મેદાન પર “મહાદેવ દેસાઇ સમાજસેવા સંકુલ રમતોત્સવ ૨૦૨૨ – ૨૦૨૩” નું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડના સમયગાળા બાદ પ્રથમ વખત આ રમતોત્સવ યોજાયો હતો. જેમાં મહાદેવ દેસાઇ સમાજસેવા સંકુલના જુદા જુદા વિભાગના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમત ગમતની સ્પર્ધામાં ભાગ લીધો હતો. અધ્યાપકોએ તેજ ચાલમાં ભાગ લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. આ રમતોત્સવમાં ૧૦૦,૨૦૦ અને ૪૦૦ મીટર દોડ, ગોળાફેંક, બરછીફેંક, ટેબલ ટેનિસ, કબડ્ડી, વોલીબોલ, વગેરે જેવી રમતોની સ્પર્ધા વિદ્યાર્થીઓમાં યોજાઇ હતી.  

Story of Ahmedabad road