Saturday, July 16, 2022

ઉર્વીશ કોઠારી


આજે  અમદાવાદ ખાતે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના H.T.Parekh Auditorium માં ગુજરાતના જાણીતા પત્રકાર ઉર્વીશ કોઠારીની પુસ્તક  "મારી પત્રકારત્વ - લેખનની સફર" નું વિમોચન કરવામાં આવ્યું હતું.જેમાં રજનીકુમાર પંડ્યા,રતિલાલ બોરીસાગર,પ્રકાશન.ન.શાહ,ચંદુ મહેરિયા,સ્મિતાબેન કોઠારી તેમજ તેમના કેટલાક સાથીદારો દિપક સોલિયા,હેતલ દેસાઇ,પ્રશાંત દયાળ,પૂર્વી ગજ્જર,હર્ષલ પુષ્કર્ણા,તથા ધૈવત ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉર્વીશ કોઠારીએ પોતાની પત્રકારત્વની કારકિર્દીની સફર કઈ રીતે શરૂ કરી હતી અને તેમણે કઈ કઈ જગ્યાએ મીડિયામાં કામ કર્યું છે.તથા તેમણે તેમની આ સફર દરમિયાનના કેટલાક અનુભવ વિષે વાત કરી હતી. તદુપરાંત તેમના સાથીદારો જેમણે આ પુસ્તક બનાવવામાં ઉર્વીશ કોઠારીની મદદ કરી  તેમની સાથે પણ  તેમણે મીઠો સંવાદ કર્યો હતો.અને તેઓએ પણ પોતાની પત્રકારત્વની કારકિર્દીના તેમજ ઉર્વીશ કોઠારી સાથેના યાદગાર કિસ્સા સૌ પ્રેક્ષકો સમક્ષ રજૂ કર્યા હતા.ઉર્વીશ કોઠારીએ આ પુસ્તકમાં તેમની પત્રકારત્વની કારકિર્દી શરૂ કરી ત્યારે પત્રકારત્વ ક્ષેત્રે કેટલા સાધન ઉપલબ્ધ હતા, કઈ રીતે કોઈ સ્ટોરી લખવામાં આવતી હતી અને કેવા સાધનથી તેને પ્રકાશિત કરવામાં આવતી હતી, તેમજ તે સમયની આર્ટ પેપર પર છપાયેલી  દુર્લભ તસ્વીરો, કટિંગ ,તેમની નોંધો ,પત્રો વગેરે વિષે વિગતવાર માહિતી તેમણે "મારી પત્રકારત્વ - લેખનની સફર" નામની પુસ્તકમાં પ્રકાશિત કરી છે.

Thursday, July 14, 2022

કંપની અને તેના સ્થાપક

 (1)  કંપની  =  ગુગલ
       * સ્થાપના  = 4 સ્પ્ટેમ્બર,1998
       * સ્થાપક   = લેરી પેઇઝ,સેગ્રેઇ બ્રિન
       * વડુમથક = કેલિફોર્નિયા,USA
       *  CEO     = સુંદર પિચાઈ

(2)   કંપની  =  માઈક્રોસોફ્ટ
       * સ્થાપના  = 4 એપ્રિલ,1975
       * સ્થાપક    =  બિલ ગેટ્સ , પૌલ એલન
       * વડુમથક = વોશિંગટન,USA
       *  CEO     =  સત્ય નડેલા

(3)   કંપની  =  એપલ
       * સ્થાપના  = 1 એપ્રિલ,1976
       * સ્થાપક    =  સ્ટીવ જોબ્સ
       * વડુમથક = કેલિફોર્નિયા,USA
       *  CEO     =  ટીમ કુક

(4)   કંપની  =  ફેસબુક
       * સ્થાપના  = 4 ફેબ્રુઆરી,2004
       * સ્થાપક   =  માર્ક ઝકરબર્ગ
       * વડુમથક = કેલિફોર્નિયા,USA
       *  CEO     =  માર્ક ઝકરબર્ગ

(5)   કંપની  =  વોટ્સએપ
       * સ્થાપના  = 24 ફેબ્રુઆરી,2009
       * સ્થાપક   =  જાન કૌમ,બ્રાયન એકટન
       * વડુમથક = કેલિફોર્નિયા,USA
       *  CEO     =  વિલ કેથકાર્ટ

(6)   કંપની  =  યુટ્યુબ
       * સ્થાપના  = 14 ફેબ્રુઆરી,2005
       * સ્થાપક   =  ચાડ હર્લી,સ્ટીવ ચેન ,જાવેદ કરીમ 
       * વડુમથક = કેલિફોર્નિયા,USA
       *  CEO     =  સુસાન વોજસીકી

(7)   કંપની  =  ટ્વિટર
       * સ્થાપના  = 21 માર્ચ,2006
       * સ્થાપક   =  જેક ડોર્સી,બિગ્જ સ્ટોન,ઇવાન વિલિયમ 
       * વડુમથક = કેલિફોર્નિયા,USA
       *  CEO     =  જેક ડોર્સી

(8)   કંપની  =  ટેલિગ્રામ 
       * સ્થાપના  = 2013
       * સ્થાપક   =  નિકોલાઈ હરોવ , પાવેલ હરોવ 
       * વડુમથક =  લંડન,UK
       *  CEO     =  પાવેલ હરોવ

Story of Ahmedabad road