Thursday, March 17, 2022
Tuesday, March 8, 2022
Friday, March 4, 2022
ઉજ્જૈન
“પ્રવાસ ઉજ્જૈનનો”
ઉજ્જૈન એ હિંદુઓનું ધાર્મિક સ્થળ છે.ઉજ્જૈન સામાન્ય રીતે મહાકાલેશ્વર મંદિર, કાળભૈરવ મંદિર અને હરસિદ્ધિમાતાના મંદિર માટે જાણીતું છે.પરંતુ ઉજ્જૈનમાં આ મુખ્ય ત્રણ મંદિર સિવાય પણ બીજા કેટલાક મંદિરો છે.જેને લોકો જાણતા નથી.જેમકે ઉજ્જૈનમાં ચિંતામણ ગણેશ મંદિર,બડે ગણેશજી મંદિર,રામ ઘાટ,૨૪ ખંભામાતા મંદિર,ગઢ કાલિકા મંદિર,ત્રિવેણી નવ ગ્રહ શનિ મંદિર તથા વર્ષ ૨૦૧૮ માં બનેલું ભારતમાતાનું મંદિર અત્યંત સુંદર છે.તદુપરાંત ઉજ્જૈનમાં શિપ્રાનદી પણ આવેલી છે.ઉજ્જૈનના આ દરેક મંદિર તેમજ આ નદીનું એક આગવું મહત્વ છે.
જેમ કે,ઉજ્જૈનના મુખ્ય ત્રણ મંદિર :
(૧) મહાકાલેશ્વર મંદિર
ભગવાન શિવના બાર જ્યોર્તિલિંગમાંથી એક જ્યોર્તિલિંગ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં આવેલું છે.ઉજ્જૈનના પ્રમુખ સ્થળોમાં તેમજ પર્યટન સ્થળોમાં મહાકાલેશ્વર મંદિરનું સ્થાન સૌથી ઉપર છે. ભગવાન શિવના બાર જ્યોર્તિલિંગમાંથી આ એક માત્ર એવું જ્યોર્તિલિંગ છે.જ્યાં શવની ભસ્મ શિવલિંગ પર ચઢાવવામાં આવે છે.તેમજ આ ભસ્મ આરતી સવારે ૪ વાગે થાય છે.આ નજારો ખૂબ મનમોહક હોય છે.
(૨) કાળભૈરવ મંદિર
ઉજ્જૈનમાં આવેલી કાળભૈરવની પ્રતિમા એક ચમત્કારિત મૂર્તિ છે.આ મૂર્તિની અંદર કોઈ પણ છિદ્ર નથી તોપણ આ મૂર્તિને જ્યારે મદિરાપાન કરાવવાવમાં આવે છે.ત્યારે મદિરાની વાટકી આપોઆપ ખાલી થઈ જાય છે.કહેવાય છે કે કાળભૈરવ એ ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી પ્રગટ થયા હતા.કાળભૈરવ એ ભગવાન શિવનું અત્યંત ક્રોધિત રૂપ છે.કાળભૈરવ મંદિર ઉજ્જૈનના ભૈરવગઢમાં આવેલું છે.આ મંદિરમાં ભગવાન કાળભૈરવની મૂર્તિને માત્ર ને માત્ર મદિરાનો જ પ્રસાદ ધરાવવામાં આવે છે.જ્યારે આ મદિરાનો પ્રસાદ ભગવાન કાળભૈરવના હોઠોથી લગાડવામાં આવે છે.,ત્યારે તરતજ તે મદિરા ભરેલું પાત્ર આપો આપ ખાલી થઈ જાય છે.આ દ્ર્શયને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે.અને આ એક ચમત્કારિક ઘટના માનવામાં આવે છે.મહાકાલેશ્વર મંદિરમાં મહાકાલના દર્શન કર્યા પછી જો ભગવાન કાળભૈરવના દર્શન ના કરવામાં આવે તો ઉજ્જૈનની યાત્રા અધૂરી ગણાય છે.
(૩) હરસિદ્ધિમાતાનું મંદિર
ઉજ્જૈનમાં માતા હરસિદ્ધિનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.ભગવાન શંકરે સ્વયં
દેવી ચંડીને હરસિદ્ધિનું નામ આપ્યું હતું.જ્યારે દ્ક્ષ પ્રજાપતિના યજ્ઞકુંડ માંથી ભગવાન શિવ માતાસતીને લઈ જઇ રહ્યા હતા ત્યારે આ
ઉજ્જૈનની પાવન જ્ગ્યા પર માતાસતીની કોણી પડી હતી.તેથી આ મંદિર ૫૧ શક્તિપીઠમાંનું
એક છે.આ મંદિરમાં શ્રીયંત્ર સ્થાપિત છે.કહેવાય છે કે માતા હરસિદ્ધિ રાજા
વિક્રમાદિત્યની કુળદેવી હતી.એવું માનવામાં આવે છે કે હરસિદ્ધિમાતા પેહલા સમુદ્રની
વચ્ચે આવેલા એક ટાપુ પર સુશોભિત હતા.પરંતુ રાજા વિક્રમાદિત્ય હરસિદ્ધિમાતાને
પોતાની સાથે ઉજ્જૈન લાવવા માંગતા હતા અને તે માટે રાજાવિક્રમાદિત્યે ભેટ સ્વરૂપ
પોતાનું માથું હરસિદ્ધિમાતાને ચઢાવતા હતા. હરસિદ્ધિમાતાની કૃપાથી તેઓ જ્યારે
તેમનું માથું ચઢાવતા ત્યારે તેમનું માથું પાછું આપોઆપ લાગી જતુ હતું.વિક્રમાદિત્યે
૧૧ વાર પોતાનું માથું હરસિદ્ધિમાતાને ભેટ કર્યું. હરસિદ્ધિમાતા તેમની આ ભક્તિથી
પ્રસન્ન થયા અને રાજા વિક્રમાદિત્ય સાથે હરસિદ્ધિમાતાએ ઉજ્જૈન જવાનું સ્વીકારી
લીધું હતું.ત્યારથી માતાહરસિદ્ધિ ત્યાં ઉજ્જૈનમાં સ્થાપિત છે.અહી સ્થાપેલી
હરસિદ્ધિમાતાની મૂર્તિ ખૂબમનમોહક અને અતિપ્રસન્ન મુદ્રામાં છે.આ મંદિર મહાકાલેશ્વર
મંદિરથી ૭૦૦ મીટર દૂર છે.
આ મુખ્ય ત્રણ મંદિર સિવાયના બીજા કેટલાક મંદિરો અને નદી :
(૧) ચિંતામણ ગણેશ મંદિર
ચિંતામણ ગણેશ મંદિર ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરથી ૬
કિલોમીટર દૂર છે.અને ત્યાં ઈચ્છામણ,ચિંતામણ ,અને ચિંતારણ નામથી ભગવાન ગણેશની ત્રણ મૂર્તિ
સ્થાપિત છે.તથા ચિંતામણ ગણેશ મંદિરમાં માતા રિદ્ધિ અને સિદ્ધિની પણ મૂર્તિ છે.
(૨) બડે ગણેશજી મંદિર
આ મંદિરમાં ભગવાન ગણેશની વિશાળકાય મૂર્તિ છે.આ મંદિર
મહાકાલેશ્વર મંદિરની પાછળ આવેલું છે.આ મંદિરનું નિર્માણ ૨૦મી સદીની શરૂઆતમાં
મહર્ષિ સંદીપનીના વંશજ અને પ્રખ્યાત જ્યોતિષ વર્ગ પંડિત નારાયણજી દ્વારા થયું હતું.આ
મંદિરમાં હનુમાન ભગવાનની પંચમુખી મૂર્તિ પણ છે.
(૩) શિપ્રાનદી
ઉજ્જૈનમાં શિપ્રા નદી આવેલી છે.ભારતમાં આવેલી પવિત્ર નદીઓને માતાનું સ્થાન
આપવામાં આવ્યું છે.ઉજ્જૈનની શિપ્રા નદી પણ તેમાની એક છે.કહેવાય છે કે આનું પાણી
અમૃતના સમાન છે.એવું કહેવામાં આવે છે કે શિપ્રા નદી ભગવાન વિષ્ણુના શરીરમાંથી નીકળી હતી.અને આજ
શિપ્રાનદીમાં ભગવાન શ્રીરામે પોતાના પિતા મહારાજ દશરથનું પિંડદાન કર્યું
હતું.શિપ્રા નદીમાં સંધ્યા સમયે આરતી કરવામાં આવે છે.જે ખરેખર જોવાલાયક હોય છે.
(૪) રામઘાટ
શિપ્રાનદી ના તટ પર જે ઘાટ છે તેને રામઘાટ કહેવામાં આવે છે.
(૫) ત્રિવેણી નવ ગ્રહ મંદિર
આ મંદિરની સ્થાપના રાજા વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવી
હતી.અહિયાં નવ ગ્રહ સ્થાપિત છે.આ નવ ગ્રહોની શિવલિંગના રૂપે પૂજા કરવામાં આવે
છે.અહિયાં ત્રણ નદીઓનો સંગમ થાય છે.તેથી તેને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે.
(૬) ૨૪ ખ્ંભા માતા મંદિર
આ
મંદિર ઉજ્જૈનમાં આવેલું છે.તે અત્યંત પ્રાચીન છે.તથા અહિયાં મહામાયા અને મહાલ્યા
દેવીની મૂર્તિ સ્થાપિત છે.
(૭) ગઢ કાલિકા મંદિર
આ મંદિર ભ્રતહરી ગુફાની નજીક આવેલું છે.કહેવાય છે કે કવિ
કાલિદાસને કાલિકામાતાના આશીર્વાદથી કવિ બનવાની વિદ્વતા અહિયાંથીજ પ્રાપ્ત થઈ હતી.
ઉજ્જૈનમાં સ્થાપેલું ભારતમાતાનું મંદિર જેને ભારતમાં ખૂબજ
ઓછા લોકો જાણે છે.
(૧) ભારત માતાનું મંદિર
ભારતદેશમાં ભારત માતાનું મંદિર ક્યાંય પણ જોવા મળતું
નથી.આ વાતથી પ્રેરાઇને ત્યાના લોકોએ ભારતમાતાના મંદિરનું નિર્માણ કર્યું.આ મંદિરનું નિર્માણ આર.એસ.એસ ની પ્રેરણાથી માધવસેનાન્યાસે કર્યું છે. આમ , આ ભારતમાતાનું મંદિર જે ભગવાન મહાકાલની નગરી
ઉજ્જૈનમાં છે.તે ૪ જાન્યુઆરી ૨૦૧૮ ના દિવસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ડો.મોહન
ભાગવત અને સાધ્વી ઋતુમ્બરાં દ્વારા આ ભારતમાતાના મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું
હતું.
આ
મંદિરમાં ભારતમાતાની સંગેમરમરની ૧૬ફૂટની વિશાળ મૂર્તિ છે.ભારતમાં શક્તિ,ઉપાસના તેમજ નારીના સન્માનને બતાવવા માટે
ભારતમાતાની ચારે બાજુ દેવીઓની મૂર્તિઓ છે. ભારતમાતાના આ મંદિરની વિશેષતા એ છે કે
ત્યાં રોજ રાષ્ટ્રગાન સાથે સાથે રાષ્ટ્રગીત પણ રોજ રાતે ૮ વાગે વગાડવામાં આવે છે.તે સમયે આ મંદિરમાં જે પણ લોકો બેઠા હોય
તેઓ તે સમયે સ્વેચ્છાએ ઊભા થઈને ભારતના રાષ્ટ્રગીતને સન્માન આપે છે.તેમજ આ રીતે
ઊભા રહીને તેઓ પોતાની દેશભક્તિ પ્રગટ કરે છે.ભારતમાતાના મંદિરના લોકાર્પણ સમયથી જ
અહિયાં એક જ્યોત પ્ર્જ્જ્વલ્લિત છે.જે ભારત દેશના શહીદોના સન્માન માટે પ્રજ્વલ્લિત
કરવામાં આવી છે.
ભારતમાતાના મંદિરની બહાર પુણ્યભૂમિ ભારતનો નક્શો બનાવવામાં આવેલો છે.જેમાં
બાર જ્યોતિર્લીંગ,ચારેય
ધામ ,જિવદાયિની નદીઓ,પર્વતશૃંખલા તેમજ
કેટલાક નગરોને દર્શાવવામાં આવ્યા છે.ભારતમાતાનું આ મંદિર સાંસ્કૃતિક અખંડ ભારતની
સ્ંકલ્પનાને વ્યક્ત કરે છે.