Sunday, October 30, 2022

દ્વારિકા

                                                                                        


  (તારીખ : ૩૦-૧૦-૨૦૨૨,દ્વારિકા)

દિવાળીની રજાઓ દરમિયાન  દ્વારિકા અને બેટ દ્વારિકામાં સહેલાણીઓની ભારે ભીડ જામી હતી.ત્યારે દ્વારિકામાં ભગવાનના દર્શન કરવા ઇચ્છતા ભક્તો માટે કોઈ આયોજનબદ્ધ વ્યવસ્થા નથી. દ્વારિકા મંદિરમાં જે ભાવિકો ભગવાનના દર્શન કરવા માટે જાય છે તેઓને ૧ કલાક થી  ૧.૩૦કલાક થઇ જાય છે. છતાં ભાવિકોની લાઇન એક ડગલું પણ આગળ વધતી નથી, પોલીસ અધિકારીઓ વી.આઇ.પી. લોકોને દર્શન કરવા માટે વ્યવસ્થા કરી આપે છે. પરંતુ સામાન્ય માણસ આ ભીડ વચ્ચે મુંજાઈ જાય છે. પરસેવે રેબજેબ થઈ જાય છે., છતાં મંદિરના કાર્યકર્તાઓ કે પોલીસ અધિકારીઓને આ સામાન્ય માણસના જીવની  કોઈ ચિંતા થતી નથી. આ ઉપરાંત બેટ દ્વારિકા જતાં પ્રવાસીઓની સ્તિથિ અહિયાં કરતાં પણ વધુ જીવલેણ છે.




બેટદ્વારિકામાં  સહેલાણીઓને દરિયામાંથી  બોટની ફેરી દ્વારા મંદિર તરફ લઈ જવાય છે. અને આ બોટનું મેનેજમેંટ માત્ર બે વ્યક્તિઓ જ સંભાળે છે. જેઓ બંને બોટમાં જ હોય છે. અને જેમાંથી એક વ્યક્તિ બોટ ચલાવે છે., અને  બીજી વ્યક્તિ પ્રવાસીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે. આ બોટ વધારેમાં વધારે ૬૦ કે ૧૦૦ વ્યક્તિઓનો લોડ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. છતાં પણ આ બોટમાં ૨૦૦ થી ૨૫૦ વ્યક્તિઓને  ખીચોખીચ ભરીને  એક છેડેથી બીજે છેડે લઈ જવામાં આવે છે. બોટચાલક દ્વારા કોઈ પણ જાતના નિયમ વગર મોટી સંખ્યામાં માણસોનો એટલો લોડ બોટમાં ભરવામાં આવે છે કે બોટ દરિયામાં સ્થિર ચાલી પણ શકતી નથી અને બોટ વધારે પડતાં વજનના કારણે વારંવાર દરિયામાં જુકી જાય છે. આ બોટ સર્વિસના માલિકો અથવા બોટચાલકો થોડા વધારે પૈસા કમાવાની લાલચમાં  મનફાવે તેટલા મુસાફરોની સંખ્યા બોટમાં ભરે છે. બોટચાલક  બોટને ખૂબ ધીમી ગતિએ ચલાવીને લોકોના જીવને જોખમમાં મૂકી તેઓને આ મોત સમી મુસાફરી કરાવે છે. બોટને કંઈ થાય કે આમાં  પ્રવાસ કરતાં યાત્રીઓને કંઈક થાય તો તેના માટે કોઈ સેફટી સિક્યોરિટી ગાર્ડ આ બોટમાં ઉપસ્તિથ નથી હોતા. આ ઉપરાંત કોઈ પણ જાતની સેફટી ટ્યૂબ કે સેફટી જેકેટ પણ બોટમાં સવાર થનાર વ્યક્તિઓ માટે ઉપલબ્ધ નથી. અહીંના પોલિસકર્મીઓ પણ આ નાવચાલકોને કઈ કહેતા નથી અને  આંખ આડા કાન કરે છે.

જેથી ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના અહિયાં સર્જાય તેની પૂરે પૂરી શ્ક્યતા છે. તેથી સરકાર આ બાબત તરફ થોડુક પોતાનું ધ્યાન દોરે તો લોકોના જીવ જોખમમાં મૂકાતા બચી શકે છે.

Tuesday, October 18, 2022

ગૂજરાત વિદ્યાપીઠ "૬૮ " મો પદવીદાન સમારંભ

        




















        

                                                                                             



   અમદાવાદ,મંગળવાર(૧૮-૧૦-૨૦૨૨)

આજે ગૂજરાત વિદ્યાપીઠનો સ્થાપના દિવસ છે.આજે ગૂજરાત વિદ્યાપીઠને ૧૦૨ વર્ષ થયા.આ અવસરે  ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે સવારે ૧૦:૩૦ વાગ્યે પદવીદાન સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી રઘુવીર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ  કાર્યક્રમની શરૂઆત પ્રાથનાથી કરવામાં આવી હતી.,ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી ડો.રાજેન્દ્ર ખીમાણીએ વ્યાખ્યાન આપ્યું હતું અને તેમાં તેઓએ શ્રી રઘુવીરભાઇ ચૌધરી વિષે અને તેમના જીવનમાં તેઓએ પ્રાપ્ત કરેલી સિદ્ધિ વિષે વાત કરી હતી તથા તેઓ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા તે બદલ ડો.રાજેન્દ્ર ખીમાણીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પદવીદાન સમારંભમાં પદવી લેવા માટે આવેલા ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા કરાવવામાં આવી હતી. અને તે પછી  ૩૨ પી.એચ.ડી,૧૫ એમ.ફિલ ,૪૧૫ અનુસ્નાતક,૪૧૦ સ્નાતક અને ૫૬ અનુસ્નાતક ડિપ્લોમાના વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી. અને ૪૭ વિદ્યાર્થી ભાઈઓ- બહેનોને ૬૭ પરિતોષિક આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ શ્રી રઘુવીર ચૌધરીએ દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. જેમાં તેઓએ ગાંધીજીની આત્મકથાને પોતાનું પ્રિય પુસ્તક ગણાવ્યું હતું. તેમણે  નારાયણ દેસાઇ ,ગાંધીજી,રવિન્દ્રનાથ ટાગોર અને અરવિંદ ઘોષ વિષે થોડી વાત કરી હતી.

આ કાર્યક્ર્મના અંતમાં નિખિલભાઈ ભટ્ટએ ત્યાં ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કુલપતિશ્રી ઇલાબેનભટ્ટ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નથી.



આજના પદવીદાન સમારંભમાં ગાંધીજીનો આ ફોટો સ્ટેજ પર લગાવવામાં આવ્યો હતો. જેમાં ગાંધીજીને પીઠ બાજુથી બતાવવામાં આવ્યા છે જે દર્શાવે છે કે વિદ્યાપીઠ હવે સરકારના હસ્તક જશે એટ્લે ગાંધીજી અને ગાંધીજીના વિચારો બંને વિદ્યાપીઠમાંથી ધીમે ધીમે દૂર થતા જશે. તેથી આ ફોટામાં વિદ્યાપીઠમાંથી ગાંધીજી પીઠ ફેરવીને ચાલીને જઈ રહ્યા હોય તેમ લાગતું હતું.



Story of Ahmedabad road