ભારતનું ભાગ્યે જ કોઈ ઘર હશે જ્યાં પારલે-જી નહીં ખવાયા હોય
અથવા જેમણે પારલે-જી નું નામ નહી સાંભળ્યુ હોય..ભારતની આઝાદી પહેલાના સમયથી જ આ બિસ્કીટ લોકોની ચાય નો સાથી બનેલો છે.
પારલે – જી ભારતનું સર્વપ્રથમ
બિસ્કીટ છે.જે ભારતમાં બન્યું અને ભારતીયો માટે બન્યું.
ભારતની આઝાદીના પેહલાના
સમયમાં અંગ્રેજોનું શાષન હતું.વિદેશી વસ્તુઓ દરેક જગ્યાએ ભારતીય બજારમાં વેચવામાં
આવતી હતી અને તે વસ્તુઓનું મૂલ્ય પણ વધારે હતું.તે સમયે અંગ્રેજો દ્વારા કેન્ડી
માર્કેટમાં લાવવામાં આવી હતી જે માત્ર અમીર વર્ગ સુધી જ સીમિત હતી.આ વાત મોહનલાલ
દયાલને ગમી નહીં.તેઓ સ્વદેશી આંદોલન થી ખૂબ પ્રભાવિત હતા.તેથી તેઓએ નિશ્ચય કર્યો
કે તેઓ ભારતીયો માટે ભારતમાં જ બનેલી કેન્ડી નું નિર્માણ કરશે.તેથી ભારતીયો પણ
કેન્ડી નામક વસ્તુઓ નો આનંદ લઈ શકે.આ માટે તેઓ જર્મની ગયા ત્યાંથી મોહનલાલ દયાળે
કેન્ડી બનાવતા શીખી અને 1929
ના વર્ષમાં તેઓ પોતાની સાથે કેન્ડી બનાવવાનું મશીન ભારતમાં લાવ્યા.આમ મોહનલાલ દયાલનો રેશમનો વેપાર હતો છતાં પણ
તેઓએ ભારત આવીને એક નવા વ્યવસાયની શરૂઆત કરી.
મોહનલાલ દયાલે મુંબઈમાં
સ્થિત વિલે પારલેમાં વર્ષ 1929માં એક જૂની ફેકટરી
ખરીદી.તે સમયે કંપની પાસે માત્ર 12 કર્મચારી જ હતા અને તે બધા પણ મોહનલાલના
પરિવારના જ હતા.આ બધી વ્યક્તિઓએ ભેગા મળીને દિવસ રાત એક કરીને કંપનીને એક નવું
સ્વરૂપ આપ્યુ.આ બધી વ્યક્તિઓ આ કંપનીને બનાવવામાં એટલી વ્યસ્ત હતી કે તેઓએ તે
કંપનીનું નામ શું રાખવું તેનો વિચાર જ નહોતો કર્યો અને જ્યારે કોઈ પણ નામ સમજ માં
ના આવ્યું તો આખરે તેઓએ આ કંપની મુંબઈના વિલે પારલેમાં સ્થિત હતી તેથી આ કંપનીનું
નામ પાર્લે રાખ્યું.
આ કંપની માં સર્વ પ્રથમ જે વસ્તુ બનાવવામાં આવી તે ઓરેંજ કેન્ડી હતી.જેને બજારમાં ખૂબ લોકપ્રિય બની.તે સમયમાં અંગ્રેજો ચા સાથે બિસ્કીટ ખાતા હતા અને તે બિસ્કીટ પણ અમીર વર્ગ સુધી જ સીમિત હતા.તેથી મોહનલાલ દયાળે વિચાર્યું કે કેન્ડીની જેમ જ બિસ્કીટનું પણ ઉત્પાદન ભારતમાં જ કરીએ તો ?
તેથી તેઓએ વર્ષ 1939માં
પારલે ગ્લુકો બિસ્કીટની શરૂઆત કરી.આ બિસ્કીટનું ઉત્પાદન ઘઉ થી કરવામાં આવ્યું હતું
અને તે બિસ્કીટનું મૂલ્ય પણ ઓછું હતું જેથી કોઈ પણ ભારતીય આ બિસ્કીટ ને સરળતાથી ખરીદી
શકતું હતું.અને આ બિસ્કીટનો સ્વાદ પણ લાજવાબ હતો. પારલે ગ્લુકો બિસ્કીટની શરૂઆત થઈ
તેના થોડા જ સમયમાં આ બિસ્કીટ ખૂબ લોકપ્રિય બની ગયું હતું.માનવામાં આવે છે કે
પારલે ગ્લુકો બિસ્કીટના સ્વાદનો આનંદ માત્ર ભારતીય જ નહીં પરંતુ બ્રિટિશ લોકો પણ
લેવા લાગ્યા હતા. પારલે ગ્લુકો બિસ્કીટ ખૂબ જડપથી બજારમાં આગળ વધ્યું જેના લીધે બ્રિટિશ બ્રાન્ડના બિસ્કીટની માંગ
બજાર માં ઘટવા લાગી.દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારસુધીમાં પારલે ગ્લુકો એક
ખૂબ મોટી બ્રાન્ડ બની ગયું હતું.
દ્વિતીય વિશ્વયુદ્ધ
પૂરું થયું ત્યારબાદ પારલે ગ્લુકો એ પોતાનું ઉત્પાદન બંધ કરી દેવું પડ્યું
હતું.કારણ કે તે સમયે ભારત દેશમાં ઘઉં ની
અછત સર્જાઈ હતી.1947માં ભારત દેશ આઝાદ થયો,ત્યારબાદ પાર્લે કંપનીને પ્રોડક્શન કરવા માટે રો મટિરિયલ પૂરતા પ્રમાણમાં
નહોતું મળ્યું તેથી તેઓએ થોડાક સમય માટે પોતાનું ઉત્પાદન રોકી દીધું.તેઓના
પ્રોડક્શન રોકવાના કારણે લોકોને પાર્લે ગ્લુકો બિસ્કીટની અછતનો અહેસાસ થવા લાગ્યો
હતો તેથી પાર્લે કંપનીએ લોકોને વચન આપ્યું,કે દેશના હાલત
નોર્મલ થશે ત્યારે તેઓ પોતાની કંપનીનું ઉત્પાદન ફરીથી શરૂ કરી દેશે.
થોડા સમય બાદ પાર્લે એ
પોતાનું ઉત્પાદન ફરીથી શરૂ કર્યું.પાર્લે કંપનીએ તેમના પારલે ગ્લુકો નામના
બિસ્કીટનું નામ વર્ષ 1982 માં બદલીને પારલે જી કરી નાખ્યું.કારણકે ગ્લુકો શબ્દ
ગ્લુકોઝ થી બનેલો હતો.પાર્લે પાસે તેનો કોઈ કોપીરાઇટ નહોતો તેથી કોઈ પણ આ શબ્દનો
ઉપયોગ કરી શકતું હતું.અને તે સમયે આ ગ્લુકો શબ્દ નો લાભ ઘણી બધી બિસ્કીટ
કંપનીએ ઉઠાવ્યો અને જોતજોતામાં ઘણા બધા
ગ્લુકો બિસ્કીટ માર્કેટમાં આવી ગયા.જેના કારણે લોકોને પાર્લે ગ્લુકો અને બાકી
ગ્લુકો બિસ્કીટની વ્ચ્ચે ફર્ક કાઢવામાં મુશ્કેલી થવા લાગી જેના લીધે પાર્લે
કંપનીના વેચાણમાં પણ ઘટાડો થવા લાગ્યો હતો.તેથી પારલે કંપનીએ 1982માં પારલે ગ્લુકો
બિસ્કીટનું નામ બદલીને માત્ર પાર્લે – જી બિસ્કીટ નામ રાખ્યું.આમ પાર્લે કંપનીએ
ફરીથી માર્કેટમાં એક નવી શરૂઆત કરી.
2005 માં પાર્લે-જી દુનિયામાં સૌથી વધારે વેચાતું બિસ્કીટ ઘોષિત કરી દેવામાં આવ્યું.પાર્લેજી એ બજારમાં પોતાનું એક સામ્રાજ્ય સ્થાપિત કર્યું.પાર્લે જી ની શાખ આજે પણ બજારમાં યથાવત છે.પાર્લે જી એ સ્વાદ છે જેને લોકો પોતાની જીભ પરથી કદી અલગ કરવા માંગતા નથી.
પાર્લે - જી બિસ્કીટના wrapper પર આવતી છોકરી :-
પાર્લે-જીના ગ્રુપ
પ્રોડક્ટ મેનેજર મયંક શાહને આ છોકરી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે
પાર્લેજી બિસ્કીટ પર છાપવામાં આવેલી છોકરીની તસવીર કાલ્પનિક છે, વર્ષ 1979 માં એવરેસ્ટ ક્રિએટિવ નામની કંપનીએ આ એનિમેટેડ
પિક્ચર બનાવી હતી. અને તે પાર્લે કંપનીને આપી હતી. કંપનીના મેનેજમેન્ટને તે તસવીર
ખૂબ જ પસંદ આવી હતી અને તેના કારણે તેને બિસ્કિટના રેપર પર જ્ગ્યા આપવામાં આવી.
પાર્લે - જી
બિસ્કીટ માર્કેટ : -
પાર્લેજી દુનિયામાં સૌથી વધારે વેચાતું બિસ્કીટ છે. પાર્લે જી કંપનીએ એક વખત પાર્લેજી બિસ્કીટ ની કિંમત પર 0.50 પૈસાનો વધારો કર્યો હતો જેનો લોકોએ વિરોધ કર્યો હતો અને આ ભાવ વધારાની અસર પાર્લેજી બિસ્કીટના વેચાણ પર પણ પડી હતી જેના લીધે પાર્લેજી બિસ્કીટનો selling ratio પણ ઘટ્યો હતો.તે દિવસ થી લઈને આજ સુધી પાર્લેજી બિસ્કીટએ પોતાનો ભાવ નથી વધાર્યો.
પાર્લે - જી બિસ્કીટ કંપનીની સ્ટ્રેટજી =(1) low profit margin :
પાર્લે જી બિસ્કીટ તે
પાર્લે કંપનીની ડ્રાઇવર પ્રોડક્ટ છે.જેના થકી તેઓ દેશના ખૂણે ખૂણે સરળતાથી જઈ શકે
છે.તેથી તેઓએ પાર્લેજી બિસ્કીટ પર પ્રોફિટ માર્જિન ઓછો રાખ્યો છે.કારણકે પાર્લેજી
બિસ્કીટ દરેક ઘરમાં પોતાની જગ્યા બનાવી
શકે અને લોકોની જીભ અને મગજ પર પાર્લેજી બિસ્કીટનું નામ સ્થાયી રહે. પાર્લે
કંપનીની પાર્લેજી બિસ્કીટમાં પ્રોફિટ માર્જિન ઓછો રાખ્યો છે જેને તેઓ પોતાની
કંપનીની બીજી બધી પ્રોડક્ટ જેમકે મોનેકો,20-20,krack jack વગેરે થકી પૈસા કમાઈને પ્રોફિટ કવર કરી લે છે.
(2) કિંમત જૂની જ પણ પ્રોડક્ટની quantity માં ઘટાડો :
પેહલાના સમય માં પાર્લેજી બિસ્કીટ 5 રૂપિયામાં 100 gm આવતું હતું.પછી તે 80 gm થયું,ત્યારબાદ 65gm પછી 50gm વગેરે.અને આમાં પણ 55 gm પર 10 % એકસ્ટ્રા કરીને એટ્લે 65 gm 5 રૂપિયામાં આમ આ રીતે પાર્લે જી બિસ્કીટનું વેચાણ થતું ગયું. સમય પ્રમાણે તેમની કિંમત જૂની જ રહી પણ પ્રોડક્ટની quantity માં ઘટાડો થવા લાગ્યો.
કારણકે કંપનીને ખબર પડી
ગઈ હતી કે કિમત નહીં વધારવાની કારણકે પાર્લેજી બિસ્કીટ ની કિમત લોકોના મગજમાં છપાઈ
ગઈ છે. તેથી તેઓએ બિસ્કીટ પ્રોડક્ટની કિંમત
જૂની જ રાખી પરંતુ પ્રોડક્ટની quantity માં ઘટાડો
કરવા લાગ્યા.
(3) buying intelligence :
વ્યાપારી બુદ્ધિ કહે છે કે રો મટિરિયલ ખરીદવામાં જે વેપારીઓએ પોતાના પૈસા બચાવી લીધા તે તેઓનો net profit ગણાય. પાર્લેજી કંપની પોતાના રો મટિરિયલ નું પરચેસ ખૂબ જ organize અને meticulous ઠ્ંગ થી direct source પાસેથી જ કરે છે જેના લીધે તેની રો મટિરિયલ buying કોસ્ટ ભારતમાં સૌથી reasonable માનવમાં આવે છે.
(4) operational efficiency :
પાર્લેજી બિસ્કીટનું
ઉત્પાદન થતું હોય છે ત્યારે તેનું wastage
માત્ર 1% જ થાય છે આ ઉપરાંત તેઓની કંપનીની આયોજન વ્યવસ્થા ખૂબ શિસ્તબદ્ધ છે જેના
કારણે કંપનીમાં એક પણ કર્મચારી કામચોરી કરી શકતો નથી.
(5) low cost packaging :
પાર્લેજી કંપની જાણે છે
કે જનતા કંપનીની પ્રોડક્ટની કિમતને લઈને sensitive છે.તેથી તેઓ પાર્લેજી બિસ્કીટની પ્રોડક્ટની પેકેજિંગ માં કોઈ વધારે પડતું
ડેકોરેશન કે વેક્સ પેપર વગેરે વસ્તુઓને વાપરતા નથી. પાર્લે કંપનીએ બિસ્કીટ પર આવતી
છોકરીનુ wrapper પણ આજદિન સુધી એવું ને એવું જ રાખ્યું છે.
તેઓએ પોતાની પ્રોડક્ટમાં માત્ર પ્લાસ્ટિક પેકેજિંગ કર્યું છે જેનાથી પેકેટ ખોલતાની
સાથે જ બિસ્કીટ લોકોના હાથમાં આવી જાય છે.
(6) location of factories :
પાર્લેજી કંપનીએ પોતાની
ફેક્ટરિ હરિયાણા,રાજસ્થાન,મુંબઈ અને
કર્ણાટક માં રાખી છે.જયાંથી product selling નો એક ખૂબ મોટો ભાગ કવર થઈ શકે.અને પ્રોડક્ટ distribution પણ સરળતાથી થઈ શકે.જેનાથી તેમનો logistic ,ware housing અને miscellaneous
ખર્ચ પણ બચી શકે.
(7) Multiple Price variants :
પાર્લેજી કંપની સારી રીતે જાણે છે કે ભારતમાં અલગ અલગ ઘરોમાં અલગ અલગ સંખ્યામાં લોકો નિવાસ કરે છે.કોઈક ઘરમાં બે સભ્ય હોય છે તો કોઈક ઘરમાં ચાર તો કોઈક ઘરમાં 12 સભ્ય પણ નિવાસ કરતાં હોય છે.તેથી કંપનીએ તે મુજબ પોતાની પાર્લેજી બિસ્કીટ પ્રોડક્ટ ની price નક્કી કરી છે.પાર્લેજી ક્ંપનીએ 2 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીના પાર્લેજી બિસ્કીટ માર્કેટમાં લોન્ચ કર્યા છે.તેમનો ગોલ એક જ હતો કે એક પણ કસ્ટમર પાછો ના જવો જોઈએ ભલે તે પાર્લેજી બિસ્કીટનું નાનું પેકેટ ખરીદે કે મોટું ખરીદે પરંતુ પાર્લેજી બિસ્કીટ ખરીદતા સમયે તેઓને એમ ના લાગવું જોઈએ કે તેમના ખીચા પર એકસ્ટ્રા કોઈ ભાર આવ્યો.
લોકડાઉનમાં
પારલે-જીનું રેકોર્ડ વેચાણ
કોરોના વાયરસના કારણે
લોકડાઉન વચ્ચે તમામ બિઝનેસ નુકસાનનો સામનો કરી રહ્યા હતા, પરંતુ પારલે-જી બિસ્કિટનું એટલું વધુ વેચાણ થયું હતું કે
છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. માત્ર 5 રૂપિયામાં મળનારા પારલે-જી બિસ્કિટનું પેકેટ
સેંકડો કિલોમીટર ચાલીને જનારા પ્રવાસીઓ માટે ખૂબ યાદગાર સાબિત થયું હતું. પારલે-જી
બિસ્કિટનું પેકેટ કોઈએ જાતે ખરીદીને ખાધું, તો કોઈએ બીજાની
મદદ માટે પારલે-જી બિસ્કિટ વહેંચ્યા હતા. પારલે
પ્રોડક્ટ્સના કેટેગરી હેડ મયંક શાહે કહ્યું હતું કે, તે
સમયગાળા દરમિયાન કંપનીનો કુલ માર્કેટ શેર 5 ટકા વધ્યો હતો.
અને તેમાં 80-90 ટકા ગ્રોથ પારલે-જી બિસ્કીટના વેચાણથી થયો હતો.
પાર્લે કંપનીની પાર્લેજી બિસ્કીટ સિવાયની બીજી ઘણી પ્રોડક્ટ
છે.
જેમકે મોનાકો,hide & sick,20-20,krack jack વગેરે જેવી અનેક પ્રોડક્ટ પાર્લે કંપનીની છે.
પાર્લે કંપનીની પાર્લેજી બિસ્કીટ સિવાયની પ્રોડક્ટ :-
પાર્લે જી ની જાહેરખબરના
અલગ અલગ કેમ્પેઇન
(1) પાર્લે – જી કોમર્શિયલ એડ = 1(
(2) યુ આર માય પાર્લે જી = 2
(3) સ્વાદ ભરે શક્તિ ભરે = 1
(4) જિનિયસ = 2
(5) રેઇની = 1
(6) પાર્લે – જી ફોર એનર જી = 1
(7) પેહલે વાલી બાત = 1
(8) ભારત કા અપના બિસ્કીટ = 3
પાર્લેજીની જાહેર ખબરની વિસ્તૃત સમજૂતી : -
(1) પાર્લે – જી કોમર્શિયલ એડ =1
આ જાહેર ખબર વર્ષ 1980 થી 1990 ના દાયકમાં દૂરદર્શન ચેનલમાં બતાવવામાં આવતી હતી.આ જાહેર ખબરમાં એક દાદાજી હીચકા પર ચા ની સાથે પાર્લે જી બિસ્કીટ ખાતા હોય છે.ત્યારે તેમના પૌત્ર અને પૌત્રી તે દાદાજીના હીચકા પાછળ રમતા રમતા આવે છે અને પાર્લેજી બિસ્કીટ જોઈને લલચાય છે.ત્યારે તેમના દાદાજી એમને કહે છે કે “हमको पता है जी “ત્યારે તેમના પૌત્ર અને પૌત્રી કહે છે કે “आपको पता है जी” પછી ત્રણે વ્યક્તિઓ સાથે બોલે છે કે “सबको पता है जी , बरसो से चाहत अपनी पारलेजी” આમ આ જાહેર ખબરમાં બતાવવામાં આવે છે કે ‘પાર્લે જી બિસ્કિટ સ્વાદ અને શક્તિથી ભરપૂર હોય છે.’
Watch "Parle-G Commercial - Doordarshan Ad/ Commercial from the 80's & 90's - pOphOrn" on YouTube
(2) યુ આર માય પાર્લે જી = 2
[i] પાર્લે જી mother & son ની જાહેરખબર : -
“इस डोर को कभी भी छूटने न दु , इक और जिसके में हूँ इक छोर में है तू”
આ જાહેરખબર 2019 ના વર્ષની છે.આ જાહેરખબર Dentsu taproot advertise agency દ્વારા બનાવવામાં આવેલી છે.આમાં એક માં અને તેમનો પુત્ર તેમજ તેમની વહુને બતાવવામાં આવી છે.જેમાં પુત્ર મોટો થઈ ગયો છે એટ્લે હવે તે તેની માતાને પેહલા બાળપણમાં જેટલું મહત્વ આપતો હતો તેટલું મહત્વ હવે નથી આપતો.માતા જ્યારે રસોડામાં જમવાનું બનાવે છે અને કડાઈમાં તેલ નાખતી હોય છે.ત્યારે તેમની વહુ તેમને ટોકે છે કે જમવાનું બનાવવામાં આટલું બધુ તેલ વપરાય ...; ત્યારે તેમનો દીકરો પણ તેની પત્નીને સપોર્ટ કરે છે.અને કહે છે કે મમ્મી આટલું બધુ તેલ જમવામાં થોડું વાપરવાનું હોય.ત્યારે તેની માતા કહે છે કે કાલ સુધી જે આંગળીઓ માં જાદુ હતો ખબર નહિ તેમાં અચાનક કોલેસ્ટ્રોલ ક્યાથી આવી ગયો,નવા ની રોનક માં જૂનો સંબંધ નબળો થઈ ગયો.ત્યારબાદ દીકરો અને વહુ મૂવી જોવા જાય છે ત્યારે તેમની વહુ પોતાની સાસુમાંને કહે છે કે મમ્મી તમે પણ અમારી સાથે આવો ત્યારે તેમનો દીકરો પોતાની મમ્મી માટે કહે છે કે મમ્મીને થોડી કઈ અંગ્રેજી મૂવી ખબર પડશે.ત્યારે માંતા મનમાં વિચારે છે કે પેહલા આ છોકરાને મારા વગર ચાલતું પણ નહોતું અને હવે આને મારી યાદ પણ નથી આવતી.પછી માતા ઘરમાં એકલી બેઠી હોય છે અને પોતાના વહાલા દીકરા માટે સ્વેટર બનાવે છે ત્યારે દીકરો અને વહુ મૂવીથી પાછા આવી ગયા હોય છે અને દીકરો નવું સ્વેટર પેહરિને આવે છે અને તેની માતાને બતાવે છે કે મમ્મી હું કેવો લાગુ છું આ સ્વેટર માં , આ સ્વેટર મારી વાઇફ મારા માટે લાવી છે.આટલું સાંભળતા જ માતા પોતાના હાથ થી બનાવેલા સ્વેટરને છુપાવી નાંખે છે.ત્યારે પછી માતા ઉદાસ થઈ જાય છે અને પોતાના મનને સમજાવે છે કે એવું નથી કે વખાણ કરવાનો મોસમ બદલાઈ ગયો પણ માત્ર તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે.
દીકરાના લગન બાદ માતા ઘરમાં ખૂબ એકલતા અનુભવે છે વહુ અને દીકરો બહાર ગયા હોય છે.અને તેઓ પાર્ટી પત્યા બાદ ઘરે આવે છે ત્યારે દીકરો તેની માતાને આરામ ખુરસી પર ઊંગતા જોવે છે.અને દીકરો તેની માતાની નજીક જાય છે.ત્યારે તે તેની માતાના ખોળામાં પોતાના બાળપણ ની તસવીરો જોવે છે,અને તેને તેની માતાની અહેમિયત પાછી સમજાઈ જાય છે.
ત્યારબાદ તે રસોડામાં જાય છે અને પોતાની માતા માટે ચા બનાવે છે અને ચા સાથે પાર્લે જી બિસ્કીટ પણ લઈ જાય છે.અને તેની માતાને કહે છે કે મમ્મી આજે મારા હાથ ની ચા પીશોને. તેની માતા તેના દીકરા ના આ સ્વરૂપને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે અને માતા ,વહુ અને દીકરો ત્રણે ચા સાથે પાર્લે જી બિસ્કીટ નો સ્વાદ માણે છે.ત્યારે દીકરો એક ક્વર પોતાના ખીચા માંથી કાઢે છે અને તેની માતા ને આપે છે ત્યારે તેની પત્ની ઊભી થઈ અને સાસુમાંના હાથ માં આપેલું કવર વાંચે છે ત્યારે તે તેના પતિને કહે છે કે તમારું પ્રમોશન થઈ ગયું આ વાત તો તમે મને પણ ના કરી ત્યારે દીકરો તેની પત્નીને કહે છે.કે હું સૌથી પેહલા આ વાત મારી માતાને કેહવા માંગતો હતો.કારણ કે મારા મમ્મી મારા જીવનની પાર્લેજી છે.
આમ પાર્લેજી બિસ્કીટ
ખાતા ખાતા માતા અને પુત્ર નો સંબંધ પેહલા જેવો એટ્લે કે પાર્લેજી બિસ્કીટ જેવો
સ્વાદ અને ઉર્જા થી ભરપૂર થઈ જાય છે.
Watch "Parle G. Mother & Son. Hugely popular Indian ad film." on YouTube
[ii] પાર્લે જી brother & Sister ની જાહેરખબર : -
આ જાહેરખબર વર્ષ 2018 ની છે. આ જાહેરખબર Dentsu taproot(ડેંસું ટેપરું) advertisement agency દ્વારા બનાવવામાં આવેલી છે.આમાં એક નાના ભાઈ બહેનના જીવનને બતાવવામાં આવ્યું છે.ભાઈ બહેન કરતાં મોટો છે,અને સ્વાભાવિક રીતે જેમ બધા ભાઈઓ પોતે મોટા હોય એ વાતનો ફાયદો ઉઠાવી પોતાની નાની બેનને હંમેશા જે રીતે હેરાન કરતા હોય છે તે વાસ્તવિકતા ને આ જાહેરખબરમાં દર્શાવવામાં આવી છે.ભાઈ તેના બેનને હમેશા ચીડાવે છે અને હેરાન કર કર કરે છે અને પછી બેન ચિડાઇ જાય છે અમુક વાર રોવે છે અને તેની મમ્મી ને પોતાના ભાઈની ફરિયાદ કરે છે.ત્યારે તેમની મમ્મી આવીને ભાઈને ખખડાવે છે તો પણ ભાઈ સુધરતો નથી.ભાઈ હસ્તી રમતી નાની બહેનને વારંવાર હેરાન કરે છે. ભાઈને એની નાની બેહનને હેરાન કરતી વખતે બહુ મજા આવે છે.અમુક વાર નાની બેહનનું પાર્લેજી બિસ્કીટ ખાઈ જાય છે.તો અમુક વાર બેહનના પત્તાના ઘરને ભાઈ આવીને તોડી નાખે છે.
એક દિવસ સાંજે આ છોકરો તેની બેન પુસ્તક વાંચવા બેઠી હોય છે ત્યાં જઈને ભૂતનું માસ્ક પેહરિને બેનને ડરાવે છે એને એમ હોય છે કે બેન ડરી જશે અને ત્યાંથી ભાગી જશે પણ એવું કઈ થતું નથી અને બેન ત્યાજ બેઠી હોય છે ત્યારે ભાઈ ચિંતામાં આવી જાય છે કે મારી બેનને થયું શું તે ઇશારા થી પોતાની બેનને પૂછે છે ત્યારે બેન પોતાના પગ પરથી ચાદર હટાવે છે અને બતાવે છે કે મને ફેકચર થઈ ગયું છે.આ જોઈ ભાઈ ખૂબ દુખી થઈ જાય છે,ભલે એ બેનને મસ્તીમાં હેરાન કરતો હોય પણ ભાઈ પોતાની વ્હાલી બેનને ખૂબ પ્રેમ કરે છે અને બેન વગર ભાઇનું કોઈ પણ જગ્યાએ મન નથી લાગતું પોતે એકલો થઈ ગયો હોય એમ મેહસૂસ કરે છે.
પછી તેને પાર્લેજી
બિસ્કીટ દેખાય છે.અને તે પાર્લેજી બિસ્કીટની બિલ્ડીંગ બનાવી પોતાની નાની બેન પાસે
જાય છે બેન પાર્લેજી બિસ્કીટની બિલ્ડીંગ જોઈને ખૂબ ખુશ થઈ જાય છે ત્યારે ભાઈ
પોતાની બેનના પ્લાસ્ટર પર લખે છે કે યૂ આર માય પાર્લેજી.પછી બેન ખુશ થઈને પાર્લેજી બિસ્કીટ ખાય છે અને બંને ભાઈ
બેન પ્રેમથી પાછા એક બીજા જોડે રમવા લાગે છે.
Watch "Parle-G | Brother & Sister Film" on YouTube
https://youtu.be/7TKVyeUHICQ
આમ આ બંને જાહેર ખબર માં અંત માં પુછવામાં આવે છે કે પાર્લે જી બિસ્કીટની જેમ તમારી લાઇફ ને સ્વાદિષ્ટ અને ઊર્જાવાન બનાવનાર વ્યક્તિ કોણ છે.જેને તમે કહી શકો કે યૂ આર માય પાર્લે જી.
(3) સ્વાદ ભરે શક્તિ ભરે = 1
આ જાહેર ખબર શક્તિમાન
સિરિયલ જ્યારે ટીવીમાં આવતી હતી તે સમયની છે.તે વખતે બાળકોમાં શક્તિમાન સિરિયલ ખૂબ
લોકપ્રિય હતી.તેથી પાર્લેજી કંપની એ બાળકો ને કેન્દ્રમાં રાખીને શક્તિમાન એટ્લે
મુકેશ ખન્ના દ્વારા આ પાર્લેજી ની જાહેરખબરને બનાવી હતી.આ જાહેરખબર માં દર્શાવવામાં આવે છે કે એક એલિઅન પોતાના મશીનમાં
રતી તરફ આવે છે અને બગીચામાં રમતા બધા
બાળકોની શક્તિને લઈ લે છે.ત્યારે તેઓ શક્તિમાનને મદદ માટે બૂમ પડે છે.શક્તિમાન તે
બગીચા પાસે આવે છે.ત્યારે ત્યાં પાર્લે જી બિસ્કીટની ગાડી
પડી હોય છે શક્તિમાન તે ગાડી ને ઉપાડી બાળકોના ગ્રૂપ તરફ ફેંકે છે અને તેમાથી
પાર્લેજી બિસ્કીટ તે ગ્રૂપ પર પડે છે અને તેઓ તે બિસ્કીટ ખાઈને પાછા તાકતવર એટ્લે
કે ઊર્જાવાન બની જાય છે અને તેઓની ઉર્જાથી એલિઅનનું મશીન તૂટી જાય છે.ત્યારે તેઓ
શક્તિમાન ને thank you કહે છે.ત્યારે
શક્તિમાન પાર્લેજી ને thank you કહે
છે.કારણ કે પાર્લેજી બિસ્કીટમાં શક્તિ છે જેનાથી બાળકોમાં શક્તિ આવી અને તેઓ એલિઅન
સામે લડી શક્યાં.
આમ છેલ્લે સંદેશ આપવામાં
આવે છે કે પાર્લેજી બિસ્કીટ સ્વાદ અને શક્તિથી ભરપૂર હોય છે.જે ખાવાથી માનવોને
શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે.
Watch "Shaktimaan parle add" on YouTube
https://youtu.be/Uv4QwN-i26I
(4) જીનીયસ = 2(આ જાહેરખબર Thought Blurb Advt.Ltd દ્વારા બનાવવામાં આવી છે.)
[i] આમીર ખાન : “પાર્લે જી , જી માને જીનીયસ”
આ જાહેરખબર વર્ષ 2018 ની છે.આ જાહેરખબરમાં આમીર ખાનને બાળકો સાથે ક્રિકેટ રમતા બતાવવામાં આવ્યો છે.આ ગ્રૂપ જ્યારે ક્રિકેટ રમતા હોય છે.ત્યારે તેમનો બોલ એક દાદીના ઘરમાં જાય છે.તેમના ઘરનો કાચ ફૂટી જાય છે.બધા બાળકો દાદી પાસે બોલ માંગવા જાય છે.તો પણ દાદી કઈ બોલતા નથી અને અને ચૂપચાપ બાળકોને બોલ આપી દે છે ત્યારે આમીરખાન પૂછે છે કે આંટી આજે ગુસ્સે ના થયા તો પણ આંટી ચૂપચાપ પોતાના ઘરમાં પાછા જતાં રહે છે.ત્યારે બધા આશ્ચર્ય કરવા લાગે છે,અને તેઓને ખબર પડી જાય છે કે દાદીને ઘર ખાલી કરવાનું છે તેથી તેઓ ઉદાસ હતા.આ વાતની જાણ થતાં બધા એકબીજાને ડિસ્કશન કરે છે પછી પાર્લેજી બિસ્કીટ ખાતા ખાતા તેઓ એકબીજાને કહે છે કે અહિયાં બિલ્ડીંગ બનાવતા રોકવી પડ્શે ત્યારે બધા ભાઈબંધ એક બીજાને કહે છે કે કઈ વિચારીએ ત્યારે પાર્લેજી ખાતા ખાતા તેઓને આઇડિયા આવે છે અને તેઓ દાદીના ઘર પર ભૂત બંગલાનું બોર્ડ લગાવી દે છે.અને તેઓ બધા મીડિયા વાળાને બોલાવે છે અને કહે છે કે આ ઘરમાં ભૂતનો વાસ છે.અને જેના કારણે ત્યાં બિલ્ડીંગ બનાવવાનું કામ રોકાઈ જાય છે.અને દાદીને તેમનું ઘર પાછું મળી જાય છે.આ વાત થી ખુશ થઈને આમીર ખાન અને બીજો છોકરો પાર્લેજી બિસ્કીટ ખાય છે અને બંને એક બીજા ને જીનીયસ કહે છે.
આમ આ જાહેરખબરમાં બતાવવામાં આવે છે કે પાર્લેજી ખાવા વળી વ્યક્તિનું દિમાગ ખૂબ સારી રીતે કામ કરે છે અને તે પોતાની ઓળખ સમાજમાં એક જીનીયસ વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કરે છે
Watch "Parle G old ad.| Amir khan" on YouTube
https://youtu.be/YHSKcjZqbyY
[ii] રોકો મત ટોકો મત :
આ જાહેરખબરમાં પાર્લેજી
બિસ્કીટ ખાતા બાળકોના ગ્રુપને બતાવવામાં આવ્યા છે.અને તેઓને તે બિસ્કીટ ખાવાથી
તેમના મગજ માં જે કઈ આઇડિયા આવે છે તે આઇડિયા દ્વારા તેઓને કામ કરવા આપો તેઓને
રોકો નહીં અને ટોકો નહીં એવો મેસેજ આ જાહેરખબરમાં આપવામાં આવે છે.કારણ કે નાનપણથી
મોટી કોઈ સ્કૂલ નથી અને ક્યુર્યોસિટી થી મોટો કોઈ ટીચર નથી.અને આમ પાર્લે જી ખાતા
બાળકોથી આવો બનાવીએ કાલના જીનીયસ એ સંદેશ દેશના લોકોને આપવામાં આવે છે.
Watch "PARLE-G _ KAL KE GENIUS - (Title: Balloon) Tvc- CHROME PICTURES Dir- Amit Sharma" on YouTube
(5) રેઇની = 1 ( पार्ले-जी दुनिया का सबसे ज्यादा बिकने वाला बिस्कीट)
આ જાહેરખબરમાં એક કોલેજીયન
છોકરો પોતાની ગર્લફ્રેંડ કઈ રીતે બની તેની સ્ટોરી કહે છે,કે એક દિવસ તે બાઇક લઈને કોલેજ ગયો ત્યારે તે સમયે ખૂબ વરસાદ
પડતો હતો,અને તે સમયે તેને જે છોકરી ગમતી હતી તે છોકરી એટ્લે
કે ટીના નામની છોકરી આ બાઈકવાળા છોકરા પાસે લિફ્ટ માંગે છે છોકરો ખુશ થઈ જાય છે.પણ
ટીના તે છોકરાને કહે છે કે આ વરસાદ માં
માણે ઠંડી લાગે છે,ભૂખ લાગે છે.હું રસ્તાના ભજીયા નહીં ખાવું
વગેરે વગેરે અને બિચારા છોકરા જોડે ખીચામાં 10 રૂપિયાની ફાટેલી નોટ જ હોય છે. હવે
તે કરે તો શું કરે ટીના જોડે તો પૈસા માંગસે નહીં પછી તે પોતાની બાઈક ને કોઈ ઢાબા
પર રોકે છે અને ત્યાંથી એક કટિંગ ચા અને એક પાર્લે જી બિસ્કીટનું પેકેટ ખરીદે
છે.જેનાથી ટીનાનો મૂડ સારો થઈ જાય છે.અને પછી શું,પછી તો
છોકરા ની લાઇફ સેટલ થઈ જાય છે
આમ 10 રૂપિયા માં
છોકરાની લાઇફ બની જાય છે.અને એક મેસેજ લોકોને આપવામાં આવે છે કે “नो फिजूल पैसा वसूल” એટલે કે
પાર્લેજી બિસ્કીટ પાછળ ઇન્વેસ્ટ કરેલા રૂપિયા કદી વેસ્ટ જતાં નથી.
Watch "Parle-G TV Commercial - Rainy Day" on YouTube
https://youtu.be/uE3j7s0CuiA
(6) પાર્લે – જી ફોર એનર જી = 1
આ જાહેરખબરમાં એક નોકરી કરતાં છોકરાને દર્શાવવામાં આવ્યો
છે.છોકરો બિચારો તેના ઓફિસમાં સમયસર પહોચવા માટે દોડતો દોડતો ઓફિસ ની બિલ્ડીંગમાં જાય
છેઅને લિફ્ટમાં ગુસવાનો પ્રયત્ન કરે છે
પરંતુ તેના સાથી કર્મચારીઓ તેને લિફ્ટમાં આવવા નથી દેતા, અને લિફ્ટનો ડોર બંધ કરી નાખે છે.આ જોઈ છોકરો પોતાના ખીચામાંથી પાર્લેજી બિસ્કિટનું પેકેટ નીકાળે છે.અને તે પાર્લેજી બિસ્કિટ ખાય છે.ત્યારબાદ બિસ્કિટ ખાવાથી તેનામાં એક ગજબ ઉર્જા આવી જાય છે અને તે દોડતો દોડતો બિલ્ડીંગના પાંચ માળની સીડીઓ ચડી જાય છે અને તે પોતાના સાથીકર્મચારીઓની લિફ્ટ ઉપર પહોંચે તે પેહલા છોકરો ઉપર પહોચી જાય છે.અને તેને જોઈને તેના સાથીકર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે.
આમ આ જાહેરખબર દ્વારા સંદેશ આપવામાં
આવે છે કે જે લોકો પાર્લે જી ખાય છે તેઓમાં
એક ગજબની શક્તિ આવી જાય છે. અને આ જાહેરખબરના અંતે એક સ્લોગન આપવામાં આવે
છે કે “ પાર્લે જી ફોર એનર જી “ એટ્લે જે વ્યક્તિને એનરજી જોઈતી હોય તેને પાર્લેજી
ખાવું જોઈએ.
Watch "Parle G for Ener G Ad" on YouTube
https://youtu.be/F3jJar4Nx18
(7) પેહલે વાલી બાત = 1
આ જાહેરખબરમાં ભિન્ન ભિન્ન વ્યક્તિઓને અમુક ચોક્કસ વસ્તુ વિષે વાત કરતાં દર્શાવાયા છે.જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને તે ચોક્કસ વસ્તુનો અભિપ્રાય આપે છે કે હવે આ ચોક્કસ વસ્તુઓમાં પેહલા જેવી વાત રહી નથી.જેમ,કે બે બેનપણી લેખકોના લેખ વિષે વાત કરે છે જેમાં એક બેનપણી બીજી બેનપણીને કહે છે કે જવાદેને યાર આજકાલના લેખકોમાં પેહલા જેવી વાત જ નથી રહી ત્યારે બીજી બેનપણી પેહલી બેનપણીને પાર્લેજી બિસ્કિટનું પેકેટ આપે છે અને કહે છે કે આ લે આ વસ્તુમાં પેહલા જેવી જ વાત છે.આમ આવા ઘણા ઉદાહરણ ઘણી બધી વસ્તુઓના આ જાહેરખબરમાં બતાવવામાં આવે છે .
જેમ કે,સાડી,નેતા,હિરોઈન,સમાચારપત્ર,તહેવાર વગેરે બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે પરંતુ પાર્લેજી બિસ્કિટની વાત જ કઈક
અલગ છે તેનો સ્વાદ જે પેહલા આવતો હતો તેવો ને તેવો જ સ્વાદ હાલમાં પણ પાર્લેજી
બિસ્કિટમાં યથાવત છે.
Watch "Parle-G TV commercial- Pehle Wali Baat" on YouTube
https://youtu.be/nYeHcoyxRYE
(8) ભારત કા અપના બિસ્કીટ = 3
[i] પાર્લેજી ભારત કા અપના બિસ્કીટ : -
આ જાહેરખબર વર્ષ 2017 ની છે.આ જાહેરખબરમાં બતાવવામાં આવે છે.કે બદલાતા સમયની
સાથે બધું બદલાઈ રહ્યું છેઆપણું ભારત.નવા રસ્તાઓ,નવા સપનાઓ,નવી સફળતાઓ વગેરે પરંતુ આ બદલાવના સફરમાં અમુક સત્યઆધારિત
વસ્તુઓ આજે પણ આપણી હમસફર છે.જેમ કે આકાશ આજે પણ વાદળી છે.દરિયામાં આજે પણ લહેરો
છે.,દરેક ભારતીય આજે
પણ આ દેશને પેહલાની જેમ જ પ્રેમ કરે છે.અને આજે પણ દરેક ભારતીયની પેહલી પસંદ છે
પાર્લેજી બિસ્કિટ જે ભારતનું પોતાનું બિસ્કિટ છે.
Watch "Parle-G- Bharat Ka Apna Biscuit - Hindi HD" on YouTube
https://youtu.be/jaDQyhq5KvY
[ii] પાર્લેજી ભારત કા અપના બિસ્કીટ :- “आप है तो हम है”
આ જાહેરખબર વર્ષ 2020 માં લોકડાઉનના સમયગાળા દરમિયાન બનાવવામાં આવી હતી.આ જાહેરખબરના production house નું નામ Little lamb films છે.આ જાહેરખબરમાં નાના નાના બાળકો બતાવવામાં આવ્યા છે તેઓ કહે છે કે આજ કાલ સ્કૂલ બંધ છે,રોડ બંધ છે,બધા લોકો પણ પોતપોતાના ઘરે છે.પરંતુ અમારા પેરેંટ્સ તો રોજ ની જેમ બાર જાય છે.ત્યારે અમે એમને પૂછ્યું કે બધાના પેરેંટ્સ તો ઘરે બેઠા છે.તો પછી તમે લોકો કેમ બાર જાવ છો.નાના છોકરાઓ તેમના પેરેંટ્સને કહે છે કે તમે બાર જાવ છો ત્યારે વાઇરસ તમને ડંખ મારશે તો......ત્યારે તેમના પેરેંટ્સ જવાબમાં કહે છે કે દેશ મુશકીલ હાલાતમાંથી પસાર થઈ રહ્યો છે.સમજીલો કે દેશને અમારી જરૂર છે અને અમે બધા દેશના સોલજર છીએ. પાર્લેજી કંપનીના કર્મચારીઓએ એટ્લે કે પાર્લેજી કંપની પણ લોકડાઉનના સમયમાં ભારતના દેશવાસીઓ માટે સતત કાર્યરત રહી હતી.પાર્લેજી કંપનીએ ડોકટોરોની જેમ જ પોતાની મજબૂત કામગીરી કરી દેશવાસીઓને સમયસર પાર્લે-જી બિસ્કીટ પૂરતા પ્રમાણમાં પૂરા પાડ્યા હતા અને દેશને જરૂરી ઉર્જા પૂરી પડી હતી.
આ જાહેરખબરમાં પાર્લેજી કંપની
લોકડાઉનના સમયગાળામાં કાર્યરત બધા સોલજર્સનો અને તેઓના પરિવારોનો આભાર વ્યક્ત કરે
છે.અને બધા સોલજર્સને મેસેજ ડ્રોપ કરે છે કે “आप है तो हम है”
(parle joined hands with the government to distribute 3 crore packets of parle G biscuits as relief during the crisis)
અને અંત માં દેશવાસીઓને સંદેશ આપે છે કે પાર્લેજી ભારત કા
અપના બિસ્કીટ.
Watch "Parle-G - Gratitude to Frontliners" on YouTube
https://youtu.be/C6T7W47JPEk
[iii] ભારત કા અપના બિસ્કીટ પાર્લેજી – રિપબ્લિક ડે :-
આ જાહેરખબરમાં વર્ષ 1930 માં ગાંધીબાપુને અને બીજા ક્રાંતિકારીઓને ચાલતા બતાવે છે.જેમાં એક વ્યક્તિને પાર્લેજી બિસ્કીટ ખાતા બતાવવામાં આવ્યો છે.અને એમ બતાવવામાં આવે છે કે આઝાદીના સફરમાં પાર્લેજી બિસ્કીટ પણ આ ક્રાંતિકારીઓ સાથે ચાલ્યું હતું,કારણ કે દેશનો તો ઇતિહાસ લખાઈ રહ્યો હતો.ચાની મીઠાશ અને પાર્લેજી બિસ્કીટ સાથે દેશની આજાદીનો આનંદ મનાવવામાં આવતો હતો.પાર્લેજી બિસ્કીટ એ દુનિયામાં પોતાના અસ્તિત્વ ને ટકાવી રાખવા ની લગન બતાવી,બદલાવ નું સ્વાગત કર્યું છે.અને એક નવા રસ્તા પર દેશની સાથે ચાલ્યું છે.પાર્લેજી બિસ્કીટ એ દુનિયાના દરેક ખૂણામાં પોતાની પેહચાન બનાવી છે. હસતી અને રડતી વખતે પાર્લેજી બિસ્કીટએ યાદોનું ઘર બનાવ્યું ,અને આ દેશને પોતાના સ્વપન તરફ ઉડાન ભરતા જોયું, પાર્લેજી બિસ્કીટ ખાતા ભારત દેશના લોકોમાં કંઈક કરી બતાવવાનો જોશ પણ છે.અને આગળ વધવાનો સાહસ પણ છે.75 વર્ષ થી બદલાવ અને સફળતાના સફરનો આનંદ આજે પણ પાર્લેજી બિસ્કીટ સાથે મનાવવામાં આવે છે.અને આગળ પણ સફળતાના સફરનો આનંદ પાર્લેજી બિસ્કીટ સાથે મનાવવામાં આવશે.અને અંતમાં આ જાહેરખબરમાં પાર્લેજી બિસ્કીટની કંપની ભારતના લોકોને happy republic day ની શુભેચ્છા આપે છે.
આમ આ જાહેરખબરમાં વર્ષ 1930 થી લઈને વર્ષ 2021 સુધીના સમયની યાદોને પાર્લેજી
બિસ્કીટ સાથે બતાવવામાં આવી છે.અને એક મેસેજ ડ્રોપ કરવામાં આવ્યો છે કે “पार्ले – जी भारतका अपना बिस्कीट”।
Watch "Bharat Ka Apna Biscuit — Parle-G | Republic Day" on YouTube
https://youtu.be/IK9szxWp5L0
પાર્લેજી બિસ્કીટ માં વપરાતા Ingredients : -
Refind Wheat Flour (Maida 60%),
પાર્લે-જી બિસ્કીટના ફાયદા = પાર્લે-જી બિસ્કીટ ખાવાથી વ્યક્તિમાં ઇન્સ્ટન્ટ એનર્જી આવી જાય છે.
પાર્લેજી બિસ્કીટનું વેચાણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ યૂરોપ,બ્રિટેન,અમેરિકા,કેનેડા જેવાં દેશોમાં પણ થાય છે.
"આમ પાર્લે-જીની શાખ આજે પણ બજારમાં યથાવત છે.પાર્લેજી એ સ્વાદ છે.જેને લોકો પોતાની જીભ પરથી કદી અલગ કરવા માંગતા નથી"