Tuesday, August 9, 2022

World Lion Day - 10th August

દર વર્ષે 10 ઓગસ્ટના દિવસને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીનો હેતુ  સિંહો પ્રત્યે જાગૃતતા વધારવાનો તેમજ વૈશ્વિક સ્તરે સિંહોના સંરક્ષણ માટે સમર્થન એકત્ર કરવાનો છે.સિંહોને બચાવવાની પહેલ 2013 માં શરૂ કરવામાં આવી હતી અને તે જ વર્ષે પ્રથમ વિશ્વ સિંહ દિવસની ઉજવણી પણ  કરવામાં આવી હતી.

પ્રથમ વિશ્વ સિંહ દિવસની શરૂઆત ડેરેક અને બેબર્લી  દ્વારા કરવામાં આવી હતી.ત્યારથી આ દિવસ જંગલોના રાજાની પ્રજાતિઓને બચાવવાની લડાઈ માટે એક પ્રતિક બની ગયો છે.સિંહની ગર્જના પાંચ માઈલ દૂરથી પણ સાંભળી શકાય છે.એક સિંહ ૫૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.અને ૩૬ ફૂટ ઊંચાઈ સુધી કૂદી શકે છે.

ભારત ભવ્ય એશિયાઈ સિંહોનું ઘર છે.આવા સિંહો સાસણ - ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનાં સંરક્ષિત ક્ષેત્રમાં રહે છે.હાલમાં દુનિયામાં ૩૦૦૦૦ થી વધુ પ્રમાણમાં સિંહની સંખ્યા ઉપલબ્ધ છે.ઇન્ટરનેશનલ યુનિયન ફોર કંન્ઝર્વેશન ઓફ નેચર અનુસાર સિંહને લુપ્ત થતી પ્રજાતિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

સિંહનો ઇતિહાસ આજથી લગભગ ૩૦ લાખ વર્ષ ર્જૂનો છે.તે સમયે સિંહ એશિયા ,આફ્રિકા અને યુરોપમાં મુક્તપણે ફરતા હતા.પરંતુ છેલ્લા ૧૦૦ વર્ષોમાં સિંહ તેમની ઐતિહાસિક શ્રેણીના ૮૦% વિસ્તારમાંથી લુપ્ત થઈ ગયા છે.ભારતમાં જોવા મળતા એશિયાઈ સિંહ હવે માત્ર ગિરના જંગલ તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસના વિસ્તારોમાં જ જોવા મળે છે.

સિંહનો ઉલ્લેખ ભારતીય પૌરાણિક કથાઓમાં પણ કરવામાં આવ્યો છે.ઘણા ચિત્રો,સાહિત્યો અને સિંહના શિકારના અહેવાલો સૂચવે છે.કે સિંહ ધાર્મિક કથાઓ,શાહી પ્રતિકો અને ભારતીય સંસ્કૃતિની ઓળખનો એક ભાગ રહ્યા છે.

સિંહની ઘટતી જતી વસ્તી અને તેઓના સંરક્ષણને દયાનમાં રાખીને તેમજ લોકોમાં સિંહ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

Sunday, August 7, 2022

" આર્યા "


આર્યા નામના પુસ્તકનાં લેખકનું નામ ખ્યાતિ જોશી છે.આ પુસ્તક મને મારા પ્રોફેસર ડો.પુનિતાબેન હરણેએ વાંચવા માટે આપ્યું હતું. મેં આજે 2:30(3:30pm to 6:00pm)કલાકમાં આ આખું પુસ્તક વાંચી નાખ્યું અને ખરેખર આ પુસ્તક મુખ્યત્વે મહિલાઓને ખૂબ પ્રોત્સાહન આપનારું છે. લેખક ખ્યાતિ જોશીએ ભારતની  નારીશક્તિને અનુલક્ષીને આ પુસ્તક તૈયાર કર્યું છે. આ પુસ્તકમાં સુરતની નારીઓની સાહસગાથા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.આ પુસ્તક એવી નારીશક્તિને સમર્પિત છે.જેઓએ પોતાના સાહસ અને આવડતના આધારે પોતાના વ્યક્તિત્વને દુનિયા સમક્ષ પ્રસ્થાપિત કર્યું છે.

આ પુસ્તકમાં  રાજકારણ ,તબીબી ,રમત ગમત , કોર્પોરેટ ,સામાજિક, શિક્ષણ વગેરે જેવા અનેક ક્ષેત્રની મહિલાઓની  સંઘર્ષઘાથાને રજૂ કરવામાં આવી છે.

જેમ કે,

ભાષા વાઘાણી નામની છોકરીએ માત્ર 12 વર્ષની વયે  451 થી વધુ પુસ્તકો વાંચ્યા અને 251 જેટલા કાર્યક્રમમાં ઉતમ વક્તવ્ય આપ્યું.ભાષાએ આજ સુધી 111 થી વધુ ટ્રોફી મેળવી ,કેટલાય સન્માન પત્રો મેળવ્યા ,આમ આટલી નાની વયે તેને ખૂબ આગવી સિદ્ધિ હાશિલ કરી .તે સફરને આ પુસ્તકમાં દર્શાવામાં આવી છે.

દર્શના જરદોશની રાજકારણમાં આવવા માટે  તેમણે કરેલા સંઘર્ષોની વાત કરવામાં આવી છે.

તો બીજી બાજુ મીનાક્ષીબેન દેસાઇએ કઈ રીતે એકલા હાથે પોતાની બાળકીને ઉછેરી અને તેમણે ભણાવ્યા તદુપરાંત અનેક પડકારો જીલી પોતે કઈ રીતે નિશાળ બનાવી તે સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે.

 ડો.સારિકા મેહતાની બાઈકિંગ કિંગ સફરને રજૂ કરવામાં આવી છે.

મીનાબેન મેહતા તેમજ તેમના પતિ દ્વારા સમાજની મહિલા માટે કરાતી સેવા તરફ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

અજીતા ઇટાલીયાની સાઈકલિસ્ટ બનવાની સફર યાત્રાને રજૂ કરવામાં આવી છે.

ડોક્ટર રૂપલ શાહની તબીબી ક્ષેત્રે મેળવેલ સિદ્ધિને બિરદાવવામાં આવી છે.

ગીતાબેન શ્રોફની સમાજસેવા તરફ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

પુજા ચૌરૂષિની ટ્રાથ્યલોનમાં મેળવેલી સિદ્ધિઓને રજૂ કરવામાં આવી છે.

ભારતીબેન દલાલની માહિલા પરિષદ અને ગરિમા સંસ્થા દ્વારા કરવામાં આવતી સમાજસેવાને પ્રકાશિત કરવામાં આવી છે.,

બકુલાબેન પટેલ 58 ની વયથી શરૂ કરેલી સ્વિમિંગ સફરને આવરી લેવામાં આવી છે

 હેતલ વિરાણીએ કોર્પોરેટ સેક્ટરમાં ન્યુ ઈન્ડિયાના કોન્સેપ્ટ પર કઈ રીતે કામ કરી સફળતા મેળવી તે સંઘર્ષને આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે. 

આમ આ પુસ્તક મહિલાઓની વિવિધ ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિની સાહસગાથાને રજૂ કરે છે.અને દેશની બીજી અનેક મહિલાઓને એક સંદેશ આપે છે કે તેઓ પણ પોતાની ઈચ્છા શક્તિ કે લક્ષ્યને  સરળતાથી કે અથાગ મેહનત દ્વારા , પોતાનું લક્ષ્ય  હાશિલ કરી તેઓ પણ  સમાજમાં નામના મેળવી શકે છે.


Friday, August 5, 2022

6 अगस्त - हिरोशिमा डे




6 अगस्त को हिरोशिमा डे के तौर पर जाना जाता है। हिरोशिमा और नागासाकी  जापान के दो शहर के नाम है। आज से 77 साल पहले  यूनाइटेड स्टेट अमेरिकाने दूसरे विश्व युद्ध के दौरान इन दो शहर पर परमाणु  बम गिराये थे।

दूसरे विश्व युद्ध का दौर 1939 से 1945 था, और उस समय पूरा विश्व तीन  हिस्सों में बटा हुआ था।

(1) अलाइस

(2) एकसिस ब्लोक्स 

      और

(3)  न्यूट्रल कंन्ट्रीस 

दूसरे विश्व युद्धमें  लाखो लोग बलि चढ़ रहे थे, लेकिन यह वोर खत्म होने का नाम ही नहीं ले रहा था । तब 6 अगस्त 1945  के दिन सुबह करीबन 8 :15 बजे अमेरिका के एनोला गे नामक अमेरिकन B - 29  बॉम्बरने जमीन से करीबन 31000 फिट की ऊंचाईसे " लिटल बॉय" नामक परमाणु बम जापान के हिरोशिमा शहर पर गिराया था। इस तरह विश्व का पहला परमाणु बम अमेरिका द्वारा जापान के हिरोशिमा शहर पर गिराया गया था। अमेरिका ने जहां पर यह बम गिराया था, वहाँ मशरूम के आकार जेसी ज्वाला फटी थी और  उसके आसपास की  हर चीज जलकर खाक हो गई थी, और उस वख्त जमीन करीबन 4000 डिग्री सेल्सियस गर्म हो गई थी।

उस न्यूक्लर बम हमले में करीबन 1,40,000 लोग मारे गए थे, और जो लोग इस बम के हमले से बच गए थे वह भी इस परमाणु बम की रेडिएसन के जपेट में आने के कारण  बच न सके और फिर उनकी भी मृत्यु हो गई थी।किन्तु इस  हमले के बाद भी अमेरिका शांत नहीं हुआ था।और तब अमेरिकाने 6 अगस्त के ठीक तीन दिन बाद यानि 9 अगस्त 1945 को करीबन सुबह के 11:00 बजे  जापान के दूसरे शहर नागासाकी पर दूसरा परमाणु बम यानि " फेट मेन " नामक   प्लूटोनियम  बम गिराया था।जिसमे अनुमानित 75,000 से ज्यादा लोग मारे गए  थे।

हिरोशिमा पर गिराए गए "लिटल बॉय" नामक बम का वजन 4000 kg था और वह 10 फिट लंबा था और उसमें 65 kg यूरेनियम था।

नागासाकी पर गिराए गए "फेट मेन " नामक परमाणु बम का वजन करीबन 4500 kg था।और उसकी लंबाई 11.5 फिट थी और उसमे 6.4 kg प्लूटोनियम था जो यूरेनियम से भी ज्यादा खतरनाक था।

इन दोनों बम की वजह से पूरे शहरमे तबाही मच गई थी ,और दूर दूर तक लाशों के ढेर लग गए थे।

दरअसल दूसरे विश्व युद्ध के समय जापानी सेनाने अमेरिका के नौसैनिक अड्डे पर्ल हार्बर पर हमला किया था।इसके जवाब में अमेरिकाने जापान के दो  शहर पर हमला किया था।

जापान के दो शहर हिरोशिमा और नागासाकी पर जो परमाणु बमका हमला अमेरिका द्वारा  साल 1945 में किया गया उसके निशान आज भी इन शहरोमें मौजूद है।

6 अगस्त को मानव  इतिहास का एक काला दिन कह सकते है क्यूंकी इस दिन एक ही जटकेमें लाखो जिंदगीया खत्म हो गई थी।

9 अगस्त  की घटना के बाद जापान के राजा हिरोहित्ता ने अमेरिकी सेना के सामने  आत्म समर्पण कर दिया था।और इसी वजह से दूसरा विश्व युद्ध रुका था।अगर जापान के राजा ने अमेरिका के सामने आत्मसमर्पण नहीं किया होता तो अमेरिका जापान पर  तीसरा हमला करने की फिराक में ही था।

परमाणु बम की ताकत से दुनिया को कितना खतरा हो सकता है, इस बारे में जागृतता बढ़ाने के लिए 6 अगस्त के दिन हिरोशिमाकी घटना को  याद किया जाता है।ताकि हम फिरसे वह गलती ना दोहराए।तो इस प्रकार इस मानवीय संहार और विनाशता के दिन को द्यानमें रखते हुये 6 अगस्त को हिरोशिमा डे के तौर पर जाना जाता है।





Wednesday, August 3, 2022

મહેન્દ્ર મેઘાણી

                               


મહેન્દ્ર મેઘાણી નો જ્ન્મ ૨૦ જૂન ૧૯૨૩ માં મુંબઈમાં થયો હતો.મહેન્દ્ર મેઘાણીના માતાનું નામ દમયંતિબેન  અને તેમના પિતાનું નામ  ઝવેરચંદ મેઘાણી હતું.આમ તેઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર હતા.તેઓએ તેમનો પ્રાથમિક અને માદયમિક અભ્યાસ ભાવનગરમાંથી પૂર્ણ કર્યો હતો.તેઓએ વર્ષ ૧૯૪૪ થી ૧૯૪૬ સુધી બે વર્ષ પત્રકાર તરીકે તેમના પિતા સાથે કામ કર્યું હતું.ત્યારબાદ તેઓએ વર્ષ ૧૯૪૮ માં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો.મહેન્દ્ર મેઘાણીએ જુદા જુદા પ્રકારના પુસ્તકો દ્વારા ગુજરાતના વાચકોને ઉતમ પ્રકારનું  વાંચન પૂરૂ પાડ્યું છે.

મહેન્દ્ર મેઘાણીના વાંચન પ્રસારના સાધનો મુખ્યત્વે  બે રહ્યા છે.

(૧)  ૧૯૫૦ થી ૧૯૮૦ સુધી તેમણે ચલાવેલું "મિલાપ" નામનું એક માસિક.

(૨) તેમની "લોકમિલાપ" નામની સંસ્થા.

આ બે માદયમ દ્વારા સારૂ વાંચન તેઓએ લોકો સમક્ષ મૂક્યું છે.તેઓ માટે સારા વાંચનના કેટલાક ધોરણો હતા.જેવી રીતે કે સારૂ વાંચન સૌથી પેહલા વાંચકને શુદ્ધ વાંચનનો આનંદ આપનારૂ  હોવું જોઈએ,તે વાંચકને સવેદંશીલ બનાવે તેવું હોવું જોઈએ.તેઓએ ગુજરાતીઓને  વાંચન માટે વાજબી કિંમતે શ્રેષ્ઠ વિશ્વ સાહિત્ય પ્રદાન કર્યું છે.અને તે દ્વારા તેઓએ ગુજરાતીઓમાં સારા વાંચનને પ્રોત્સાહન પુરૂ પાડ્યું છે.અનુવાદો,પુસ્તકોનાં સંક્ષેપ,અને સંપાદનના કાર્યો માટે તેઓ ગુજરાતી સાહિત્યમાં અનોખુ સ્થાન ધરાવે છે.

મહેન્દ્ર  મેઘાણી આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી સાહિત્યિક કૃતિઓનો ગુજરાતીમાં  અનુવાદ કરવા અને તેની  સંક્ષિપ્ત આવૃત્તિઓ લાવવા માટે પણ પ્રખ્યાત હતા.મહેન્દ્રભાઈ તેમના પુસ્તક વ્યવસાયને    "પુણ્ય નો વેપાર"તરીકે ઓળખાવતા હતા.

મહેન્દ્ર મેઘાણીના લગ્ન વર્ષ ૧૯૪૪માં નિર્મળાબેન સાથે થયા હતા.મહેન્દ્ર મેઘાણીને બે પુત્રી અને બે પુત્ર છે. તેમની દીકરીઓનું  નામ મંજરી અને અંજની છે.અને તેમના દીકરાઓનું નામ અબુલ અને ગોપાલ છે.મેઘાણી પરિવાર પેહલા મુંબઈમાં વસવાટ કરતું હતું પરંતુ મુંબઈના વ્યસ્ત જીવનથી કંટાળીને મેઘાણી પરિવાર ગુજરાતનાં ભાવનગરમાં સ્થાયી થયું.

ગુજરાતી ભાષાના પ્રખર સાહિત્યકાર અને ગુજરાતમાં "ગ્રંથના ગાંધી" તરીકે ઓળખાતા મહેન્દ્ર મેઘાણીનું 3 ઓગસ્ટ 2022 ના દિવસે રાત્રે 8 વાગે ભાવનગરમાં નિધન થયું.આમ મહેન્દ્ર મેઘાણી 20 જૂન 1923 થી 3 ઓગસ્ટ 2022 સુધી 100 વર્ષનું આયુષ્ય ખુબ સુંદર રીતે જીવ્યા અને તેઓ તેમના ૧૦૦ વર્ષના જીવનમાં સતત કાર્યશીલ રહ્યા હતા.  











Monday, August 1, 2022

ગુજરાત Tak






આજે અમદાવાદ ખાતે ક્રાઉન પ્લાજા હોટેલમાં ગુજરાત Tak ન્યુજ ચેનલની વેબસાઇટ www.gujarattak.in    નું લોંચિંગ કરવામાં આવ્યું હતું.આ ચેનલ youtube,facebook અને ગુજરાત Tak app દ્વારા લોકોને સમાચાર આપતી હતી પરંતુ હવે ગુજરાત tak ના દર્શકો  દેશ વિદેશના સમાચારો  સરળતાથી  ગુજરાત tak ની વેબસાઇટ પરથી વાંચી શકશે.

આ વેબસાઇટનું લોંચિંગ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતનાં મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસના મુદ્દા પર વાત કરી હતી.જેમકે તેઓએ જ્ણાવ્યું હતું કે નાણાંકીય વ્યવસ્થાપન તથા સ્ટાર્ટ અપ રેંકિંગના માપદંડમાં ગુજરાત નંબર 1 છે.તેમજ તેમણે ગુજરાતની લાઇટની સુવિધા તથા ગામડાઓમાં દવાખાના થી માંડી કારખાના શરૂ થયા છે.તેમજ નર્મદા બંધ વગેરે મુદ્દાઓ વિષે વાત કરી હતી અને  છેલ્લે તેમણે  આગામી 15 મી ઓગસ્ટના દિવસે સૌના સાથ અને સહકારથી હર ઘર તિરંગાની થીમને સફળ કરવા માટેનો સંદેશ ગુજરાતની જનતાને આપ્યો હતો . 

તદુપરાંત આજે ગુજરાત tak ચેનલ દ્વારા વિધાનસભાની ચુંટણીને દયાનમાં રાખીને ગુજરાતની રાજનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.જેમાં શંકરસિંહ વાઘેલા,જિગ્નેશ મેવાણી,અલ્પેશ ઠાકોર,ગૃહ મંત્રી હર્ષ સંઘવી,અહમદ પટેલના  દીકરી મુમતાજ પટેલ,ગોપાલ ઇટાલિયા,લલિત ક્ગથરા,ડો.ઋત્વિજ પટેલ,ઈમરાન ખેડાવાલા,વારિસ પઠાણ,ગુલાબસિંહ યાદવ,યુવરાજસિંહ તેમજ ભાજપ પાર્ટીના  પ્રદેશ પ્રમુખ સી.આર.પાર્ટિલ ઉપસ્ત્તિથ રહ્યા હતા અને સૌએ પોતાની પાર્ટી દ્વારા ગુજરાતની જનતા માટે  કરાયેલા કામો તેમજ તેઓની પોતાની આગામી ગુજરાતની વિધાનસભાની ચુંટણી માટેની કેવી તૈયારી છે તે મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરી હતી.


Story of Ahmedabad road