દર વર્ષે 10 ઓગસ્ટના દિવસને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીનો હેતુ સિંહો પ્રત્યે જાગૃતતા વધારવાનો તેમજ વૈશ્વિક સ્તરે સિંહોના સંરક્ષણ માટે સમર્થન એકત્ર કરવાનો છે.સિંહોને બચાવવાની પહેલ 2013 માં શરૂ કરવામાં આવી હતી અને તે જ વર્ષે પ્રથમ વિશ્વ સિંહ દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી.
પ્રથમ વિશ્વ સિંહ દિવસની શરૂઆત ડેરેક અને બેબર્લી દ્વારા કરવામાં આવી હતી.ત્યારથી આ દિવસ જંગલોના રાજાની પ્રજાતિઓને બચાવવાની લડાઈ માટે એક પ્રતિક બની ગયો છે.સિંહની ગર્જના પાંચ માઈલ દૂરથી પણ સાંભળી શકાય છે.એક સિંહ ૫૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.અને ૩૬ ફૂટ ઊંચાઈ સુધી કૂદી શકે છે.
ભારત ભવ્ય એશિયાઈ સિંહોનું ઘર છે.આવા સિંહો સાસણ - ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનાં સંરક્ષિત ક્ષેત્રમાં રહે છે.હાલમાં દુનિયામાં ૩૦૦૦૦ થી વધુ પ્રમાણમાં સિંહની સંખ્યા ઉપલબ્ધ છે.ઇન્ટરનેશનલ યુનિયન ફોર કંન્ઝર્વેશન ઓફ નેચર અનુસાર સિંહને લુપ્ત થતી પ્રજાતિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
સિંહનો ઇતિહાસ આજથી લગભગ ૩૦ લાખ વર્ષ ર્જૂનો છે.તે સમયે સિંહ એશિયા ,આફ્રિકા અને યુરોપમાં મુક્તપણે ફરતા હતા.પરંતુ છેલ્લા ૧૦૦ વર્ષોમાં સિંહ તેમની ઐતિહાસિક શ્રેણીના ૮૦% વિસ્તારમાંથી લુપ્ત થઈ ગયા છે.ભારતમાં જોવા મળતા એશિયાઈ સિંહ હવે માત્ર ગિરના જંગલ તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસના વિસ્તારોમાં જ જોવા મળે છે.
સિંહનો ઉલ્લેખ ભારતીય પૌરાણિક કથાઓમાં પણ કરવામાં આવ્યો છે.ઘણા ચિત્રો,સાહિત્યો અને સિંહના શિકારના અહેવાલો સૂચવે છે.કે સિંહ ધાર્મિક કથાઓ,શાહી પ્રતિકો અને ભારતીય સંસ્કૃતિની ઓળખનો એક ભાગ રહ્યા છે.
સિંહની ઘટતી જતી વસ્તી અને તેઓના સંરક્ષણને દયાનમાં રાખીને તેમજ લોકોમાં સિંહ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
No comments:
Post a Comment