આજે અમદાવાદ ખાતે ક્રાઉન પ્લાજા હોટેલમાં ગુજરાત Tak ન્યુજ ચેનલની વેબસાઇટ www.gujarattak.in નું લોંચિંગ કરવામાં આવ્યું હતું.આ ચેનલ youtube,facebook અને ગુજરાત Tak app દ્વારા લોકોને સમાચાર આપતી હતી પરંતુ હવે ગુજરાત tak ના દર્શકો દેશ વિદેશના સમાચારો સરળતાથી ગુજરાત tak ની વેબસાઇટ પરથી વાંચી શકશે.
આ વેબસાઇટનું લોંચિંગ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતનાં મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસના મુદ્દા પર વાત કરી હતી.જેમકે તેઓએ જ્ણાવ્યું હતું કે નાણાંકીય વ્યવસ્થાપન તથા સ્ટાર્ટ અપ રેંકિંગના માપદંડમાં ગુજરાત નંબર 1 છે.તેમજ તેમણે ગુજરાતની લાઇટની સુવિધા તથા ગામડાઓમાં દવાખાના થી માંડી કારખાના શરૂ થયા છે.તેમજ નર્મદા બંધ વગેરે મુદ્દાઓ વિષે વાત કરી હતી અને છેલ્લે તેમણે આગામી 15 મી ઓગસ્ટના દિવસે સૌના સાથ અને સહકારથી હર ઘર તિરંગાની થીમને સફળ કરવા માટેનો સંદેશ ગુજરાતની જનતાને આપ્યો હતો .
તદુપરાંત આજે ગુજરાત tak ચેનલ દ્વારા વિધાનસભાની ચુંટણીને દયાનમાં રાખીને ગુજરાતની રાજનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.જેમાં શંકરસિંહ વાઘેલા,જિગ્નેશ મેવાણી,અલ્પેશ ઠાકોર,ગૃહ મંત્રી હર્ષ સંઘવી,અહમદ પટેલના દીકરી મુમતાજ પટેલ,ગોપાલ ઇટાલિયા,લલિત ક્ગથરા,ડો.ઋત્વિજ પટેલ,ઈમરાન ખેડાવાલા,વારિસ પઠાણ,ગુલાબસિંહ યાદવ,યુવરાજસિંહ તેમજ ભાજપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાર્ટિલ ઉપસ્ત્તિથ રહ્યા હતા અને સૌએ પોતાની પાર્ટી દ્વારા ગુજરાતની જનતા માટે કરાયેલા કામો તેમજ તેઓની પોતાની આગામી ગુજરાતની વિધાનસભાની ચુંટણી માટેની કેવી તૈયારી છે તે મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરી હતી.
No comments:
Post a Comment