Friday, November 5, 2021

RJ DHAVNIT એ આજે રેડિયો મિરચી માંથી પોતાની રેડિયો જોકી તરીકે ની કારકિર્દી ને પુરી કરી ,અને પોતાના જીવનની આગળ ની સફર તરફ પ્રયાણ કર્યું.


 RJ DHAVNIT  એ તેમના RESIGN આપવાના થોડા દિવસ પેહલાજ તેમના ચાહકવર્ગ (LISTENER)  ને સંદેશ આપી દિધો હતો કે આ અવાજ ફરી રોજ રેડિયો પર સાંભળવા નહીં મળે.મારી રેડિયો કારકિર્દીનો છેલ્લો દિવસ હશે ૫ નવેમ્બર ૨૦૨૧,બેસતું વર્ષ.નવા વર્ષે નવી શરૂઆત.તેમણે જણાવ્યું કે હવે હું મારા રેડિયો જૉકી તરીકેની કારકિર્દીને પુરી કરી રહ્યો છું.મારૂ મન કહે છે કે ધ્વનિત બસ તારા રેડિયો સફરનું પૂર્ણ વિરામ હવે આવી ગયું.આ સાથે જ તેમણે સંદેશ આપ્યો કે જીવનમાં લાંબુ ટકવું હોય તો ક્યાં અટકવું એ આપણને ખબર હોવી જોઈએ.તેમણે જણાવ્યું કે મેં કદી મારા વાક્ય,લાગણી,શબ્દો કે વિચારથી  તમારૂ દિલ દુભાવ્યું હોય તો મને માફ કરશો અને સૌનો આભાર માન્યો.

આજે ૫ નવેમ્બર ૨૦૨૧,આજે RJ DHAVNIT  નો બધાને છેલ્લો મિરચી મોર્નિંગ જે રેડિયો મિરચી ૯૮.૩ પર છેલ્લી વાર. ધ્વનિતએ જણાવ્યુ કે નવા વર્ષે નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું.રાજી ખુશીથી જઈ રહ્યો છું.ત્યારબાદ તેમણે પોતાના ચાહક વર્ગ સામે પોતાની લાગણી  અભિવ્યક્ત કરતાં જણાવ્યું કે,

आप क्या जाने मुजको समजते हे क्या  ,  मे तो कुछ भी नहीं,
आप क्या जाने मुजको समजते  हे क्या , मे तो कुछ भी नहीं,
इस कदर प्यार इतनी भीड़ का मे  रखूँगा कहाँ , इस कदर प्यार इतनी भीड़ का मे  रखूँगा कहाँ,
मुजकों इतनी मोहब्बत ना दों  दोस्तों , सोचलों  दोस्तों  इस कदर प्यार केसे संभालूँगा मे,
मे तो कुछ भी नहीं,
प्यार ,प्यार एक श्ख्श का भी अगर मिल जाए तो बड़ी चीज है जिंदगी के लिए,
प्यार एक श्ख्श का भी अगर मिल जाए तो बड़ी चीज है जिंदगी के लिए,
आदमी को मगर ये भी मिलता नहीं,ये भी मिलता नहीं।
मुजकों इतनी मोहब्बत  मिली  है आपसे , मुजकों इतनी मोहब्बत  मिली  है आपसे ,
यह मेरा हक नहीं मेरी तक़दीर है,
मे जमाने की नजरों मे कुछ भी ना था, मेरी आंखो मे अबतक वो तसवीर है,
मे जमाने की नजरों मे कुछ भी ना था, मेरी आंखो मे अबतक वो तसवीर है,
इज्जते,शोहरते,चाहते,उलफ़्ते कोई भी चीज दुनियामें  रेहती  नहीं,
इज्जते,शोहरते,चाहते,उलफ़्ते कोई भी चीज दुनियामें  रेहती  नहीं, 
आज में हूँ  जहां कल कोई और था ,  आज में हूँ  जहां कल कोई और था ,
यह भी एक दौर है ,वह भी एक दौर था, यह भी एक दौर है ,वह भी एक दौर था,
आज इतनी मोहब्बत ना दों दोस्तो की मेरे कल की खातिर कुछ भी ना रहे(2)
आज का प्यार थोड़ा बचाके रखो मेरे कल के लिए,कल जो गुमनाम है अंजान है।
आप क्या जाने मुजकों समजते है क्या , में तो कुछ भी नहीं।
और जो कुछ भी हूँ , आपकी वजह से हूँ। 

બસ આ હતો RJ DHAVNIT ની રેડિયો જોકિ તરીકેની કારકિર્દી નો છેલ્લો રેડિયો શો.

જાણીએ RJ DHAVNIT ને., 

RJ DHAVNIT  -  DHAVNIT  ના નામ માં જ એક અવાજ/ સંગીત સંકડાયેલું છે.ધ્વનિત આજે દુનિયાભરમાં
પ્રસિદ્ધ છે.તેમનું પુરૂ નામ ધ્વનિત ઠાકર છે.જે રેડિયો મિરચી 98.3 માં કામ કરતા હતા.તેઓ રેડિયો જોકિ ઉપરાંત
સંગીતકાર,લેખક,ગાયક,એક્ટર અને સ્ટેન્ડ અપ કોમેડિયન પણ છે. RJ DHAVNIT એ અમદાવાદ ના પ્રખ્યાત રેડિયો જોકિ માના એક પ્રખ્યાત RJ છે.તેમનો જન્મ અમદાવાદ માં થયો,તેમના માતાનું નામ નીતાબેન અને પિતાનું નામ હરિશકુમાર છે. તેમનું સ્કૂલનું શિક્ષણ શેઠ C.N.VIDHYALAY માં પૂર્ણ થયું.આ પછી એમણે અમદાવાદ ની M.G.SCIENCE કોલેજમાંથી B.SC in કેમેસ્ટ્રી નું શિક્ષણ  લીધું.ત્યારબાદ M.SC લીધું પણ આ સમય આવતા આવતા તેમના પિતાનું અવસાન થયું.આખા પરિવારની જ્વાબદારી ધ્વનિત પર આવી આથી તેમણે ભણવાનું છોડી દિધું અને LIC માં ક્લાર્ક તરીકે ૩ વર્ષ નોકરી કરી.

આર્થિક મુશ્કેલી નો સામનો કરતાં કરતાં તેમણે રેડિયો મિરચીની ટેલેન્ટ હન્ટ પ્રતિયોગિતા માં ભાગ લીધો.કોઈ પણ પ્રકારની તાલીમ ના લીધી હોવા છતાં તેઓ ૧૫૦૦ થી વધુ સ્પર્ધકો સામે જીતી ગયા.આમ RJ ધ્વનિત રેડિયો મિરચી પર સવાર અને સાંજના રેડિયો કાર્યક્ર્મને હોસ્ટ પણ કરતા,રેડિયો જિંગલ્સ પણ બનાવતા.

2009 માં તેમણે તેમનું પ્રથમ મ્યુઝિક આલ્બમ મજા ની લાઇફ રિલિઝ કર્યું હતું.જે ખુબજ સકસેસફુલ રહ્યું હતું.તેમણે ઘણા બધી ગુજરાતી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે.જેમ કે "કેવી રીતે જઈશ ,મોહન ના મંકીઝ,
બેટર હાલ્ફ,અને પાસપોર્ટ "વગેરે.ધ્વનિત લેખક તરીકે પણ કામ કરે છે. AHMEDABAD  MIRROR માં ધ્વનિત સબ જાનતા હૈ ના નામ ની કોલમ અને NAVGUJARAT પેપરમાં જસ્ટ ધ્વનિત નામની કોલમ ધ્વનિત લખે છે.

ધ્વનિત ઘણી બધી કંપનીમાં બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે.જેમ કે ADANI PNG, COX and KINGS.
આ ઉપરાંત તેમણે ગુજરાત સરકાર માટે ડોક્યુમેન્ટ્રી ફિલ્મો પણ બનાવી છે.તે એક સારા અભિનેતા પણ છે.તેમણે 2017 માં વિટામિન સી નામની મૂવીથી ડેબ્યું કર્યું હતું.આ મૂવી દર્શકોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી ,આના સિવાય પેહલા તેમણે મિશન મમ્મી નામની એક ફિલ્મમાં ટીચરનો એક નાનકડો રોલ પણ કર્યો છે.તે પછી તેમની શોર્ટ સર્કિટ નામની ફિલ્મ પણ 2019 માં આવી હતી . જે ગુજરાતી પ્રથમ સાયન્સ ફિક્શન ફિલ્મ છે.જે જાન્યુઆરી 2019 માં રિલિઝ થઈ હતી.

ધ્વનિત ને મળેલાં એવાર્ડ્સ ની વાત કરીએ તો તેમને "બેસ્ટ  ગુજરાતી RJ " નો એવોર્ડ  મળ્યો છે.તદુપરાંત તેમને બેસ્ટ શો જેમાં 'ગુરુવાર ગુર્જરી અને હેલ્લો અમદાવાદ 'માટે ઈન્ડિયા રેડિયો ફોરમ એવોર્ડ 2009,2010,2015 જીતી ચૂક્યા છે.આ ઉપરાંત  ધ્વનિતએ પોતાનું મોર્નિંગ મંત્ર નામનું પુસ્તક પણ 2017 માં પ્રકાશિત કર્યું છે.

તો આવા છે આપણાં અમદાવાદના પ્રખ્યાત ધ્વનિત ઠાકર.





No comments:

Post a Comment

Story of Ahmedabad road