Monday, October 18, 2021

ગૂજરાત વિદ્યાપીઠ પદવીદાન સમારંભ (18-10-2021)

 






અમદાવાદ, સોમવાર(૧૮ ઓક્ટોબર,૨૦૨૧)

   ગાંધીજીએ સ્થાપિત કરેલી ગૂજરાત વિદ્યાપીઠને આજે ૧૦૧ વર્ષ થયા. આ સાથે જ આજના દિવસે વિદ્યાપીઠમાં ૬૭ મો પદવીદાન સમારંભ યોજાયો હતો.કોરોનાની પરિસ્થિતીને કારણે ગયા વર્ષે આ પદવીદાન સમારંભ યોજાયો નહોતો.આ પદવીદાન સમારંભની શરૂઆત પ્રાથનાથી કરવામાં આવી હતી.ગૂજરાત વિદ્યાપીઠના આ સમારંભના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી પંકજ ચંદ્રાને બોલાવવામાં આવ્યા હતા.ત્યારબાદ મહાદેવ દેસાઇ સમાજસેવા મહાવિદ્યાલયના મહામંત્રી સોભનાબેન મેણીયા દ્વારા આદરણીય કુલપતિજીને તેમજ અમદાવાદના  શિક્ષણ વિભાગ વિદ્યાર્થી મંડળના મહામંત્રી શ્રી આશિષભાઇ વસાવાને ખાદી આપવામાં આવી હતી.ત્યારબાદ ડો.ધીરેનભાઈ પટેલે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા અપાવડાવી હતી અને  વ્યાવસાયિક અભ્યાસક્ર્મ વિદ્યાશાખાના ડિન શ્રી ડો.પુનિતાબેન હરણે એ બધા ડિન વતી કુલપતિશ્રીને પદવી એનાયત કરવા વિનંતી કરી હતી.જેમાં કુલપતિશ્રી ઇલાબેન ભટ્ટ એ ૨૦૨૦ અને ૨૦૨૧ ના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પારિતોષિક આપ્યો હતો.આમ આ વર્ષે પદવીદાન સમારંભ એક નહીં પણ જુદી જુદી જ્ગ્યાએથી ઉજવવામાં આવ્યો હતો.જેમાં વિદ્યાર્થીઓએ આઠ જગ્યાએ ઉપસ્થિત રહીને તેમના ડિન ,વિભાગીય અદયક્ષ અને ટ્રસ્ટીઓના હાથે પદવી મેળવી હતી જેમાં ૪૩પીએચડી,૩૦ એમ.ફિલ,૮૧૦ અનુસ્નાતક,૬૯૮ સ્નાતક અને ૮૫ અનુસ્નાતક ડિપ્લોમાના વિદ્યાર્થીઓને દિક્ષિત કરવામાં આવ્યા હતા .તેમજ ૮૫ વિદ્યાર્થી ભાઈઓ – બહેનોને ૧૨૬ પારિતોષિક આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.





        

  

 




 

                                                                          

No comments:

Post a Comment

Story of Ahmedabad road